ભારતના અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણથી પાકિસ્તાનને ચિંતા
તાજેતરમાં ભારતે સંપૂર્ણપણે સ્વદેશી બનાવટથી અગ્નિ 5 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું અને આ મિસાઈલ પરીક્ષણના સમાચારે પાડોશી દેશ પાકિસ્તાનમાં હલચલ મચાવી દીધી છે. આ પરીક્ષણને ધ્યાનમાં લઈને પાકિસ્તાને ભારતને વિનંતી કરી છે કે જો તે પરીક્ષણ પહેલા પૂર્વનિર્ધારિત સમય મર્યાદાનું પાલન કર્યુ હોત તો સારું થાત. અગ્નિ 5 મિસાઈલની શક્તિના કારણે ગભરાઈને પાકિસ્તાને ભારતને આ વિનંતી કરી છે.
મિસાઇલ પરીક્ષણ અંગેના એક પ્રશ્ન પર, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદે 11 માર્ચે ભારતના મિસાઇલ પરીક્ષણની નોંધ લીધી હતી, જ્યારે ભારતે તેની માહિતી પાકિસ્તાન સાથે શેર કરી હતી.
જો કે, ભારતે બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણોની પૂર્વ સૂચના પર કરારની કલમ 2 માં નિર્ધારિત ત્રણ દિવસની સમય મર્યાદાનું પાલન કર્યું નથી, એમ તેમણે જણાવ્યું હતું. બલોચે કહ્યું, ‘અમે માનીએ છીએ કે પૂર્વ-સૂચના પરના કરારનું પત્ર અને ભાવનામાં પાલન કરવું જોઈએ.’