અમેરિકામાં ભારતવંશી યુવાને બાળકોનું જાતીય શોષણ કરનારનું ગળું કાપી નાખ્યું : ઘા મારતો ગયો અને કહેતો રહ્યો, “પસ્તાવો કર”
અમેરિકાના કેલિફોર્નિયાના માં ભારતીય મૂળના 29 વર્ષના વરૂણ સુરેશ નામના યુવાને ફ્રેમોન્ટમાં પોલીસ ચોપડે નોંધાયેલા 71 વર્ષના રીઢા બાળ જાતીય અપરાધી ડેવિડ બ્રીમરની છરીના અસંખ્ય ગામ મર્યા બાદ ગળું કાપી અને હત્યા કરી નાખે હતી.હત્યા કર્યા બાદ વરૂણે કહ્યું કે તેને આ કૃત્યનો લગીરેક પસ્તાવો નથી. તેણે કહ્યું કે બાળકોને નુકસાન કરનાર આવા લોકો મરવાને લાયક જ હોય છે.
પોલીસના જણાવ્યા મુજબ ડેવિડ બ્રિમર 1995માં બાળ જાતીય શોષણ માટે નવ વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યો હતો.પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે વરુણ સુરેશ અને ડેવિડને કોઈ વ્યક્તિગત સંબંધ નહોતો.વરુણે તપાસકર્તાઓએ જણાવ્યું કે સુરેશે કેલિફોર્નિયાના મેગન્સ લૉ ડેટાબેઝનો ઉપયોગ કરીને ડેવિડ બ્રિમરને શોધી કાઢ્યો હતો અને બાદમાં તેને પતાવી દેવાનો નિર્ધાર કર્યો હતો.
હુમલાના દિવસે, સુરેશે છરીથી સજ્જ થઈને સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ(CPA)ના સ્વાંગમાં ડેવિડ બ્રિમરના ઘરે પહોંચ્યો હતો.અને હસ્તધૂનન કર્યા બાદ છરી વડે તૂટી પડ્યો હતો. બ્રિમરે ભાગીને રસ્તા પર વાહન રોકી મદદ વાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થતાં બે બ્લોક દૂર પાડોશીના ગેરેજ અને રસોડામાં દોડી ગયો હતો. જો કે વરૂણ સુરેશે તેનો પીછો કરી ગળામાં ઉપરા છાપરી છરીના અનેક ઘા દીધા હતા. ડેવિડ બ્રિમર લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતો હતો ત્યારે વરુણ સુરેશે તેને કહ્યું ,”પસ્તાવો કર પસ્તાવો કર”,
અને પછી તેનું ગળું કાપી નાખ્યું હતું. ઘટના સ્થળે દોડેલી પોલીસે તેની છરી સાથે ધરપકડ કરી હતી.
આરોપીએ કહ્યું – હત્યા કરવાનું ખરેખર ખૂબ મજેદાર રહ્યું…!
વરૂણ સુરેશ એ કહ્યું કે તે બાળકોના જાતીય શોષણ કરનારને નફરત કરે છે. તેણે ખુલાસો કર્યો કે હત્યા કર્યા પછી ભાગવાનો મારો બિલકુલ ઈરાદો નહોતો એટલે તો સ્થળ પર પોલીસની રાહ જોતો હતો. તેણે હત્યાના
કૃત્યને ” ખરેખર ખૂબ મજેદાર ” ગણાવ્યું. તેણે કહ્યું, ” હું બિલકુલ દુઃખી નથી, કોઈ પસ્તાવો નથી, હું માફી નહી માંગુ, બાળકોનું જાતીય શોષણ કરનારા મરવા જ જોઈએ.”
આરોપી અગાઉ પકડાઈ ચૂક્યો છે
વરુણ સુરેશની આ પહેલાં 2021માં ફ્રેમોન્ટમાં હયાત પ્લેસ ખાતે ખોટી બોમ્બ ધમકી, ગુનાહિત ધમકીઓ અને ચોરીના આરોપમાં ધરપકડ થઈ હતી. એ સ્થળે આગલી રાત્રે પોલીસે એક સંદિગ્ધ પર ગોળીબાર કર્યા પછી તેણે એ જ સ્થળે શંકાસ્પદ બેગ મૂકી હતી.
ધરપકડ બાદ સુરેશે પોલીસને જણાવ્યું હતું કે તે માનતો હતો કે હયાત હોટેલ્સના સીઈઓ બાળ શોષક છે. તેણે તેની હત્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને લાંબા સમયથી એસીઇઓ તેની નજરમાં આવવાનો દાવો કર્યો હતો.
