ભારતીય ક્રિકેટ પર ફિક્સિંગનો દાગ! 4 ખેલાડી સસ્પેન્ડ
ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનો શરમજનક મામલો સામે આવ્યો છે. આસામ ક્રિકેટ એસોસિયેશન (ACA)એ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરી એમ ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
મામલો 2025ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે જોડાયેલો છે, જેમાં આ ખેલાડીઓએ આસામના અન્ય ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હોવાનો આરોપ છે.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ACAએ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધાવી છે અને BCCIની એન્ટી કરપ્શન યુનિટ (ACU)એ પણ તપાસ શરૂ કરી દીધી છે.
ACAના અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ભારતીય ક્રિકેટની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.
#MatchFixing #IndianCricket #CricketScandal #PlayersSuspended #FIRFiled #SportsNews #BreakingNews #CricketUpdate #IndiaSports #LatestUpdate #voiceofrajkot #voiceofdaynews #voiceofday #vodmedia #vod
