ભારત તુમ્હારી મૌત આ રહી હૈ !! જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે 20 વર્ષ બાદ આપ્યું ભાષણ, PM મોદી વિરુદ્ધ ઝેર ઓકયું
દુનિયાભરમાં આતંકવાદ ફેલાવવા માટે કુખ્યાત પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે 20 વર્ષ બાદ પહેલીવાર પોતાનું પ્રથમ સંબોધન આપ્યું છે. આ ભાષણમાં મસૂદે ભારત અને ઈઝરાયેલના વડાપ્રધાનો સામે ઝેર ઓક્યું હતું અને બંને દેશો સામે નવેસરથી જેહાદી અભિયાન શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે જૈશ-એ-મોહમ્મદે મસૂદ અઝહરે ક્યારે અને ક્યાં ભાષણ આપ્યું હતું તેની માહિતી આપી નથી, પરંતુ આતંકીનો વીડિયો ખુલ્લેઆમ સામે આવ્યા બાદ પાડોશીના આતંકવાદનો પર્દાફાશ થયો છે. જૈશ-એ-મોહમ્મદ દુનિયાભરમાં પોતાનો સંદેશ ફેલાવવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ ચલાવે છે, જેના પર મસૂદનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
‘ધ પ્રિન્ટ’ના અહેવાલ મુજબ, સમયાંતરે મસૂદ અને અન્ય આતંકવાદીઓના જૂના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. આ વખતે વીડિયો નવો હોવાની પુષ્ટિ થઈ છે કારણ કે તેમાં ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે આ વીડિયો હાલના સમયનો છે. એક ભારતીય ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે આ ભાષણ સંભવતઃ ગયા મહિનાના અંતમાં પાકિસ્તાનના બહાવલપુરની બહાર હજાર એકર ઉમ્મ-ઉલ-કુરા મદરેસા અને મસ્જિદ સંકુલમાં આપવામાં આવ્યું હતું.
બિલ્ડિંગમાં વહીવટી બ્લોક અને કેટલાક રહેણાંક બ્લોક્સનો સમાવેશ થાય છે. ભાષણ દરમિયાન અઝહરે લોકોને આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે પણ કહ્યું, ત્યારબાદ ત્યાં હાજર આતંકવાદીઓએ તેને તાળીઓ પાડીને પ્રોત્સાહન આપ્યું. સમયાંતરે મસૂદ ‘ભારત, તુમ્હારી મોત આ રહી છે’ જેવા નારા પણ લગાવતા રહો છે. વર્ષ 2019માં પાકિસ્તાની સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે સરકારે આ ઈમારતને પોતાના હાથમાં લઈ લીધી છે, પરંતુ આ દાવાનો પણ પર્દાફાશ થયો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે જૈશ-એ-મોહમ્મદે અનધિકૃત પ્રવેશને રોકવા માટે સશસ્ત્ર રક્ષકો પણ તૈનાત કર્યા છે.
પીએમ મોદી અને નેતન્યાહૂ પર ઝેર ઓક્યું
આતંકવાદી અઝહરે પોતાના ભાષણ દરમિયાન કહ્યું, “અલ્લાહની વાત અને જેહાદમાં વિશ્વાસ ન રાખનારા ડરપોક શાસકોએ અમને કાશ્મીર, પેલેસ્ટાઈન અને અન્ય મુસ્લિમ ભૂમિમાં હાર તરફ ધકેલી દીધા છે. કંઈપણ બદલી શકાતું નથી અને અમેરિકા વિશ્વ પર રાજ કરશે.” ભારતીય પીએમ મોદી અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પર ઝેર ઓકતા આતંકવાદીએ કહ્યું, “મને શરમ આવે છે કે મોદી જેવી નબળી વ્યક્તિ આપણને પડકારે છે અથવા નેતન્યાહુ જેવો ઉંદર આપણી કબરો પર નાચે છે.”
મનેજણાવો , શું મારી બાબરી મસ્જિદ પાછી મેળવવા માટે લડી શકે તેવા 300 લોકો પણ નથી?” ભારતને ધમકી આપતાં આતંકવાદી મસૂદે વધુમાં કહ્યું કે અમે તમને બધાને એવી શક્તિશાળી બંદૂકો સાથે કાશ્મીર મોકલીશું કે તમામ ટેલિવિઝન એન્કર ધ્રૂજી જશે અને પૂછશે. આ હથિયારો ક્યાંથી આવ્યા છે.