હવે ચંદ્રયાન -4 નો વારો : ભારત આ માટે જાપાન સાથે કરશે ગઠબંધન, પાણી શોધવાનો પ્રયાસ
ચંદ્રયાન -3 ના સફળ ઊતરાણ બાદ હવે ભારત વધુ સિધ્ધી પામવા આગળ વધશે. ઇસરોની આંખો હવે આગલા ચરણ એટલે કે ચંદ્રયાન -4 પર મંડાઇ ગઈ છે. આ મિશન માટે ભારત હવે જાપાન સાથે ગઠબંધન કરશે તેમ બહાર આવ્યું છે.
જાપાન એરોસ્પેસ એજન્સી ઇસરો સાથે મળીને લૂપેક્સ ને લોન્ચ કરશે. તેને ચંદ્રયાન -4 નામ આપવામાં આવશે. લુપેક્સ ચનદ્રમાના સૌથી જટિલ સવાલોનો જવાબ શોધવા મેહનત કરશે. 4 નો ટાર્ગેટ ચંદ્રમા પર પાણીની શોધ કરવાનો હશે.
હાલના વર્ષોમાં થયેલા રિસર્ચમાં એવા દાવા કરવામાં આવ્યા છે કે ચંદ્રમા પર પાણી શક્ય છે અને તેની હાજરીની પૂરી સંભાવના છે. પાણીની હાજરી સ્પેસ રિસર્ચના ભવિષ્ય પર ઘેરો પ્રભાવ નાખી શકે છે.
લુપેક્સ આ બધા પ્રશ્નોના જવાબ શોધવા માટે પ્રયાસ કરશે. પાણી ની તલાશ ઊપરાંત તેની ગુણવત્તાનું નિર્ધારણ પણ કરવામાં આવશે. ભારત અને જાપાનનું આ મિશન 2026 સુધી લોન્ચ થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
લુપેક્સ માટે બેઠકોના દૌર શરૂ થશે અને આ મિશન માટે ભારત અને જાપાન ખૂબ જ ગંભીર દેખાય છે. જાપાન પણ આ ટેકનોલોજીમાં આગળ રહ્યું છે અને તે ભારતના નિષ્ણાંતોની મદદ સાથે મિશનમાં આગળ વધવા માંગે છે.