India vs Pakistan : પહેલી જ ઓવરમાં શમીએ ફેંક્યા 11 બોલ: મેદાન છોડ્યું’ને પાછો આવ્યો
એક ઓવરમાં પાંચ વાઈડ ફેંકતાં સૌ થઈ ગયા આશ્ચર્યચકિત
દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલો રમાયો હતો પરંતુ ભારતના મુખ્ય બોલર મોહમ્મદ શમીએ ત્રણ ઓવર ફેંકીને જ મેદાન છોડવું પડ્યું હતું. શમી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફિટનેસ સામે ઝઝૂમી રહ્યો હતો. તેણે પહેલી જ ઓવરમાં પાંચ વાઈડ બોલ ફેંક્યા હતા. આ પછી પાંચમી ઓવર બાદ તે મેદાન બહાર ચાલ્યો ગયો હતો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદર મેદાન પર આવ્યો હતો.
ભારતીય બોલિંગની શરૂઆત મોહમ્મદ શમીએ કરી હતી. શમી ખરાબ ફિટનેસ સામે એટલી હદે ઝઝૂમતો જોવા મળ્યો કે પહેલી ઓવર પૂર્ણ કરવા માટે તેણે ૧૧ બોલ ફેંકવા પડ્યા હતા. એક બાજુ શરૂઆતથી જ પાકિસ્તાન ઉપર દબાણ લાવવાની જરૂર હતી ત્યારે જ શમીના નબળા બોલથી બાબર અને ઈમાદને કોઈ મુશ્કેલી પડી ન્હોતી.