એડનના અખાતમાં બંધક બનેલા 19 પાક ખલાસીઓને ભારતે બચાવી લીધા
ભારતીય નૌસેનાનું વધુ એક દિલધડક ઓપરેશન
36 કલાકમાં ભારતીય નૌસેનાનું બીજું રેસ્ક્યુ ઓપરેશન
કોચીથી 800 નોટિકલ માઈલ દૂર સોમાલિયાના ચાંચિયાઓએ કરેલી એક ફિશીંગ બોટમાં સવાર 19 પાકિસ્તાની ખલાસીઓને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે સલામત રીતે ઉગારી લીધા હતા.અરબી સાગરમાં 36 કલાકમાં ભારતીય નૌકાદળ નું આ બીજું સફળ રેસ્ક્યું ઓપરેશન હતું.
નૌ સેનાના જનાવ્યા અનુસાર અગિયાર સશસ્ત્ર ચાંચિયાઓ ઈરાનના ધ્વજવાળા માછીમારી જહાજ FV અલ નઈમી પર ચઢી ગયા હતા અને 19 પાકિસ્તાની ખલાસીઓને બંધક બનાવ્યા હતા.બનાવની જાણ થતાં નૌસેનાનું યુદ્ધ જહાજ ‘ સુમિત્રા ‘ પળના વિલંબ વગર મદદે દોડી ગયું હતું અને અપહૃત ફિશીંગ બોટને અટકાવીને બંધકોને મુક્ત કરવા ચાંચિયાઓને મજબૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સોમવારે પણ અરબી સાગરમાં સોમાલિયન ચાંચિયાઓએ ઈરાનનો ધ્વજ ધરાવતી FV ઈમાન નામની ફિશીંગ બોટનું અપહરણ કર્યું હતું. એ બોટ તરફથી મદદ માટેનો સંદેશો મળ્યા બાદ ‘ સુમિત્રા ‘ એ ત્વરિત કામગીરી કરીને 17 ઇરાનીન ખલાસીઓને ઉગારી લીધા હતા.નોંધનીય છે કે સોમાલિયા અને એડનની ખાડીની પૂર્વ દિશામાં ચાંચિયાગીરી નાથવા માટે તેમ જ આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપાર માર્ગને સલામત રાખવા માટે ભારતીય નૌ સેનાના યુદ્ધ જહાજોને તેનાત કરવામાં આવ્યા છે.
આ અગાઉ શનિવારે પણ એડનના અખાતમાં મિસાઈલ હુમલાનો ભોગ બનેલા એક વેપારી જહાજ પર લાગેલી ભીષણ આગ ને ઓલવવામાં ભારતીય નૌકાદળની ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS વિશાખાપટ્ટનમે મદદ કરી હતી.