કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું કે ભારત એકદમ તૈયાર છે. ઉત્તરાખંડના હલદ્વાનીમાં ૩૮મી નેશનલ ગેમ્સના સમાપન પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રમત-ગમતમાં ભારતનું અત્યંત ઉજ્જવળ ભવિષ્ય છે. આપણો દેશ ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે.

તેમણે યજમાની માટે ભારત દ્વારા લગાવાયેલી બોલીનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો કે આ પ્રક્રિયા હજુ પ્રથમ તબક્કામાં જ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. અમિત શાહે ઓલિમ્પિક એસો.ના પ્રમુખ પી.ટી.ઉષા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાને ધ્વજ પણ સોંપ્યો હતો.