ભારત ટેરિફ ઘટાડવા માટે સહમત થયું : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, હવે આપણા દેશને લૂંટવાનું બંધ થયું
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત સામે આક્ષેપો કરે છે કે તે સૌથી વધુ ટેરિફ અને ટેક્સ વસૂલે છે. જેના પગલે તે ભારત પર ટેરિફ અને ટેક્સ લાદવાની વાતો કરી રહ્યા હતા. ટ્રમ્પે થોડાંક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આગામી 2 એપ્રિલથી અમેરિકા ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરશે. જો કે આજે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાથી વસૂલવામાં આવતા ટેરિફમાં ઘટાડો કરવા રાજી થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મોડી રાત્રે કહ્યું, ‘ભારત અમારા પર ખૂબ વધુ ટેરિફ વસૂલ કરે છે. તમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી. જોકે, ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે. કારણ કે કોઈ (અમેરિકા) તેમના કામોની પોલ ખોલી રહ્યું છે.
ટ્રમ્પે મીડિયા બ્રીફિંગમાં કહ્યું- આપણો દેશ બધાએ લૂંટ્યો છે. અને હવે તે બંધ થઈ ગયું છે. મેં મારી પહેલી ટર્મ દરમિયાન તેને બંધ કરાવી દીધું હતું. હવે આપણે આને સંપૂર્ણપણે બંધ કરીશું, કારણ કે આ ખૂબ જ ખોટું છે. અમેરિકાને આર્થિક, નાણાકીય અને વેપારી દ્રષ્ટિકોણથી વિશ્વના લગભગ દરેક દેશે લૂંટ્યું છે.
5 માર્ચે, યુએસ સંસદના સંયુક્ત સત્રમાં, ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત પર ટિટ-ફોર-ટેટ (જેવા સાથે તેવા) ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અમારી પાસેથી 100%થી વધુ ટેરિફ વસૂલ કરે છે, અમે પણ આવતા મહિનાથી આવું જ કરવા જઈ રહ્યા છીએ.
ટ્રમ્પે કહ્યું- યુક્રેન સાથે વ્યવહાર કરવો વધુ મુશ્કેલ છે
ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે આપણે રશિયા સાથે ખૂબ સારું કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે તેઓ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યા છે. મને યુક્રેન સાથે વ્યવહાર કરવો વધુ મુશ્કેલ લાગે છે. તેની પાસે કોઈ કાર્ડ નથી.
ટ્રમ્પે કહ્યું કે, અમે આવતા અઠવાડિયે સાઉદી અરેબિયામાં યુક્રેનને મળી રહ્યા છીએ. અંતિમ સમજુતી માટે રશિયા સાથે વ્યવહાર કરવો કદાચ સરળ હશે. કારણ કે બધા પત્તા તેમની પાસે છે. કામ પૂર્ણ કરવા માટે યુક્રેનને જોડાવવાની જરૂર છે.
ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેન સાથેની બેઠક રિયાધ અથવા જેદ્દાહમાં થશે.
તેમણે 1 કલાક 44 મિનિટનું ભાષણ આપ્યું
ટ્રમ્પે સંયુક્ત સત્રમાં રેકોર્ડ 4 કલાક 44 મિનિટનું ભાષણ આપ્યું. ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત ‘અમેરિકા ઈઝ બેક છે’ થી કરી, જેનો અર્થ થાય છે ‘અમેરિકાનો યુગ પાછો ફર્યો છે’. તેમણે કહ્યું કે તેમણે 43 દિવસમાં જે કર્યું છે, તે ઘણી સરકારો તેમના 4 કે 8 વર્ષના કાર્યકાળમાં કરી શકી નથી.