Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો થવાનો છે. ત્યારે આ મેચ સ્ટેડિયમમાં બેસીને નિહાળવા માટે ક્રિકેટરસિકોમાં પણ ગજબનો થનગનાટ જોવા મળી રહ્યો છે. 1.32 લાખ દર્શક ક્ષમતા ધરાવતા વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં ટિકિટનો ભાવ 2000 રૂપિયાથી શરૂ થાય છે. જો કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચતાંની સાથે જ ટિકિટ માટે લાવ…લાવ થવા લાગતાં ઓછા ભાવની ટિકિટ મળવી મુશ્કેલ બની ગઈ છે.
આ ટિકિટનું વેચાણ બુકમાય શૉ ઉપરથી કરવામાં આવી રહ્યું છે જ્યાં તબક્કાવાર સ્લોટ ખોલવામાં આવી રહ્યા હોય, જેવા સ્લોટ ખુલે એટલે 2000 અને 3000 રૂપિયાના દરની ટિકિટ ફટાફટ વેચાઈ જાય છે. બીજી બાજુ ફાઈનલ મેચ અને તેમાં પણ ભારતીય ટીમ રમનાર હોવાથી કાળાબજારીયાઓ પણ મેદાને ઉતરી પડ્યા હોવાનું અને ઉંચા ભાવે ટિકિટ વેચી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
બીજી બાજુ દર્શકોના ધસારાને કારણે વેબસાઈટ ક્રેશ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.આ મેચ જોવા માટે આખા ભારતમાંથી ક્રિકેટરસિકો અમદાવાદ આવી રહ્યા હોવાને કારણે હોટેલના ભાડામાં પણ રાતોરાત વધારો થઈ જવા પામ્યો હતો.
