IND VS ENG : ઋષભ પંતે બનાવ્યા નવા 2 રેકોર્ડ! ધોનીને પાછળ છોડ્યો, કોહલી-સચિનથી પણ આગળ જવાની તક
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. વિકેટકીપિંગ કરતી વખતે પંત ઘાયલ થયો હતો, પરંતુ તે બેટિંગ કરવા આવ્યો અને કેએલ રાહુલને સારો સાથ આપ્યો. પંતે છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી. ઇંગ્લેન્ડ સામે પંતની આ છઠ્ઠી ટેસ્ટ અડધી સદી છે. આ સાથે, પંત પોતાના નામે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પંત શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે તેણે વધુ 2 રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. પંતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 35 છગ્ગા ફટકાર્યા છે, જે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી સર વિવિયન રિચાર્ડ્સને પાછળ છોડી દે છે, જેમણે ઇંગ્લેન્ડ સામે 34 છગ્ગા ફટકાર્યા હતા. પંતની આ સિદ્ધિ તેમની આક્રમક શૈલી અને નીડર બેટિંગ શૈલીનું પરિણામ કહી શકાય, જેનાથી ટેસ્ટ ક્રિકેટમાં નવી વિચારસરણીની ઝલક પણ મળી છે.
આ પણ વાંચો : દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ : છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ
છગ્ગા મારવાની દ્રષ્ટિએ ટોચના 5 બેટ્સમેન (ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે):
1. ઋષભ પંત – 35 છગ્ગા
2. વિવ રિચાર્ડ્સ – 34
3. ટિમ સાઉથી – 30
4. યશસ્વી જયસ્વાલ – 27
5. શુભમન ગિલ – 26
આ યાદીમાં ભારતના બે વધુ યુવા બેટ્સમેન – યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. આ બંનેએ તાજેતરના સમયમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચોમાં આક્રમક બેટિંગ કરીને ટેસ્ટ ક્રિકેટમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. જયસ્વાલે થોડી જ મેચોમાં 27 છગ્ગા ફટકાર્યા છે, જે દર્શાવે છે કે આવનારા સમયમાં તે આ યાદીમાં વધુ આગળ વધી શકે છે. શુભમન ગિલે પણ 26 છગ્ગા મારીને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
5⃣0⃣ up for vice-captain Rishabh Pant 👍
— BCCI (@BCCI) July 12, 2025
1⃣0⃣0⃣-run partnership between him & KL Rahul 🤝
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND | @RishabhPant17 | @klrahul pic.twitter.com/wUbL8NerUT
સૌથી વધુ રન બનાવનાર એશિયન વિકેટકીપર
ઋષભ પંત હવે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન વિકેટકીપર બની ગયો છે. પંતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. વર્તમાન શ્રેણી પહેલા, પંત આ બાબતમાં ધોનીની બરાબરી પર હતો. ધોનીએ વર્ષ 2014 માં ઈંગ્લેન્ડમાં 349 રન બનાવ્યા હતા. તે જ સમયે, 2021 ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પંતના બેટમાંથી 349 રન નીકળ્યા હતા.