1લી એપ્રિલ 2026થી બદલાશે ઇન્કમટેક્સ એક્ટ: સામાન્ય કરદાતાઓ માટે રાષ્ટ્રીય સ્તરે આઉટરિચ મિશન શરૂ
CBDT એ 6 દાયકા બાદ મહત્વપૂર્ણ એવા નવા આવકવેરા કાયદા માટે માઈક્રોપ્લાનિંગ સાથે તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં સીબીડીટી ચેરમેન રવિ અગ્રવાલએ દેશભરના ઇન્કમટેક્સ અધિકારીઓને પહેલી એપ્રિલ 2026 થી તેના અમલ માટે કામગીરી શરૂ કરી દેવા માટે નિર્દેશ આપ્યો છે.
ઇન્કમટેક્સના નવા એક્ટને લઈને નેશનલ લેવલ પર લોકોને માહિતી આપવા માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આઉટ રિચ પ્રોગ્રામના આયોજનો થઈ રહ્યા છે જે અંતર્ગત રાજકોટમાં પણ ટૂંક સમયમાં સામાન્ય કરદાતાઓ સુધી પહોંચવા માટે અવેરનેસ કેમ્પ, સેમિનાર યોજાશે.
આ પણ વાંચો :ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી મે માસમાં? મ્યુ.કોર્પોરેશનોનો કાર્યકાળ પૂરો થાય પછી વહીવટદારનું શાસન આવે તેવી શક્યતા
સીબીડીટી ચેરમેન અગ્રવાલએ કહ્યું કે, તમામ કરદાતાઓએ નવા કાયદાનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ, છ દાયકા જુના આવકવેરા કાયદા 1961ને બદલવા માટે ઇન્કમટેક્સ તૈયાર છે. અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે નવા કાયદા હેઠળ વહીવટી અને ટેકનિકલ ફેરફારોના સ્કેલને ધ્યાનમાં રાખીને શરૂઆતના તબક્કાની તૈયારીઓ મહત્વપૂર્ણ રહેશે. નવા કાયદા અંગે જાગૃતિ લાવવા માટે નેશનલ લેવલે આઉટરીચ કાર્યક્રમની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, આ બાબતે અધિકારીઓએ પણ સંમતિ દાખવી હતી કે કરદાતાઓ, વ્યવસાયિકો અને વિભાગીય અધિકારીઓ તેના અમલીકરણ પહેલા મુખ્ય જોગવાઈઓથી માહિતગાર હોવા જરૂરી છે.
