દેશના કયા રાજ્યમાં ભારે વરસાદે કેવી કરી હાલત ? કેટલા મોત થયા ?
પશ્ચિમ હિમાલયના રાજ્યોથી લઈને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થા, મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારતમાં ઓડિશા અને ઝારખંડમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. દેશના જુદા-જુદા ભાગોમાં ભારે વરસાદે 36 કલાકમાં 47 લોકોના જીવ લીધા. જેમાં ઉત્તર પ્રદેશમાં 32, મધ્ય પ્રદેશમાં 11 અને રાજસ્થાનમાં ચાર મોત થયા હતા. મોટાભાગના મૃત્યુ દીવાલ અને ઘર પડવાથી થયા છે. દુર્ઘટનામાં 38 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ભુપ્રપાત ને લીધે બદ્રીનાથ હાઇ વે બંધ થયો હતો.
સાથો સાથ હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થઈ હતી. રાજ્યના અનેક ભાગોમાં ગઈ રાતથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. તાપમાન ડાઉન થઈ ગયું હતું. પ્રવાસીઓ માટે અત્યારે સ્થિતિ અનુકૂળ નથી. આગ્રામાં ગુરુવારે રાતભર વરસાદ પડતાં તાજ મહેલના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા હતા. એમપીના 10 ગામ પાણી વચ્ચે ઘેરાઈ ગયા હતા અને ગામોમાં પાણી ઘૂસી ગયું હતું.
. ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ખરાબ સ્થિતિ છે. કેદારનાથ યાત્રા રોકી દેવાઈ છે અને શુક્રવારે પ્રદેશમાં તમામ સ્કુલોને બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ સુધી હિમાચલ અને ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી બાદ તમામ જિલ્લામાં તંત્રએ 12માં ધોરણ સુધીની તમામ સ્કુલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગુરુવારે કેદારનાથ પગપાળા માર્ગને બંધ કરવો પડ્યો હતો.
હિમાચલ પ્રદેશ, ખાસ કરીને ત્રણ જિલ્લામાં શિમલા, કિનૌર અને સિરમૌર માટે આગામી દિવસો ખૂબ ભારે રહેવાનો છે. સ્થાનિક હવામાન કેન્દ્રએ આ જિલ્લામાં ઝડપી વરસાદના કારણે અચાનક પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે
