પાકિસ્તાનની કઈ વિધાન સભામાં છુટ્ટા હાથની ફાઇટિંગ થઈ ? જુઓ
પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીના સમર્થકો વચ્ચે જોરદાર મારામારી થઇ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ધારાસભ્યો વચ્ચે જોરદાર લાતો અને મુક્કાબાજી દેખાય છે. કેટલાકના કપડાં પણ ફાટી ગયા હતા. સરકાર અને વિપક્ષના સભ્યો વચ્ચે આ દંગલ થયું હતું.
પીટીઆઈના એક ધારાસભ્યએ કેબિનેટ મંત્રી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યો હતો. જેથી મંત્રીના સમર્થકોને આ વાત પર ગુસ્સો આવી ગયો હતો. ત્યાર બાદ ગૃહમાં હંગામો મચી ગયો હતો. બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જોરદાર મારપીટ થઈ હતી. જાણે કોઈ અખાડો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગુલામ અબ્બાસ શાહે ધારાસભ્યો વચ્ચેની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. તેમણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા એસેમ્બલીમાં સરકાર અને વિપક્ષના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. નવાઈની વાત એ છે કે, પાકિસ્તાનના આ ધારાસભ્યો ભાન જ ભૂલી ગયા હતા અને ગૃહમાં બંને પક્ષો વચ્ચે લાત અને મુક્કાબાજી કરીને કપડાં પણ ફાડી નાખ્યા હતા.’
