હરિયાણામાં કઈ ચુંટણીમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું ? કોંગીની હાલત કેવી થઈ ? વાંચો
હરિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક પરીક્ષા હતી જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ થઈ છે. સ્થિતિ એવી છે કે, હરિયાણાની કુલ 10 નગર પાલિકામાંથી 9 પર ભાજપે જીત હાંસલ કરી છે. વળી, માનેસર નગર પાલિકામાં બિનહરીફ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત વિજેતા થયા છે. કોંગ્રેસનું 10 માંથી એકપણ બેઠક પર ખાતું નથી ખૂલ્યું. કોંગીના પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાના ગઢમાં પણ ભાજપની જીત થઈ છે .
આ સિવાય 21નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સોનીપત, પાનીપત, ગુરૂગ્રામથી લઈને ફરીદાબાદ સુધી ભાજપે જોરદાર જીત હાંસલ કરી છે. ત્યાં સુધી કે, જુલાના નગર પાલિકાના ચેરમેનનું પદ પણ ભાજપે જીત્યું છે. વિધાનસભામાં જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટે જીત હાંસલ કરી હતી. આમ કોંગ્રેસનું તો સાવ નામું જ
સોનીપત નગર નિગમમાં મેયર પદ માટે થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાજીવ જૈને 34,749 મતોના અંતરથી જીત હાંસલ કરી છે. વળી, કોંગ્રેસના કમલ દીવાન 23,109 મત સાથે બીજા નંબરે છે. જાટ પ્રભુત્વ ધરાવતા સોનીપતના શહેરી વિસ્તારોમાં ભાજપ પહેલાંથી જ મજબૂત રહી છે. અત્યારે એકવાર ફરી તેણે જીત હાંસલ કરી બતાવી દીધું છે કે, લોકો હજુ પણ તેમના ઉપર વિશ્વાસ કરે છે.
હુડ્ડાના ગઢમાં પણ ભાજપનો ભગવો
સૌથી વધારે ચર્ચા રોહતકની પેટા ચૂંટણીના પરિણામની છે. આ જિલ્લો ભૂપિન્દર હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે પરંતુ, અહીં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અહીંના ભાજપ ઉમેદવાર રામ અવતારે 45,198 મતથી કોંગ્રેસના સૂરજમલ કિલોઈને હરાવ્યા હતાં. ભાજપને 1,02,269 અને કોંગ્રેસને 57,071 મત મળ્યા હતા.