મહારાષ્ટ્રના કયા જિલ્લામાં થઈ હિંસા ? શું થયું ? જુઓ
મહારાષ્ટ્રમાં જલગાંવ જિલ્લામાં આવેલા એક ગામમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલઅને હિંસા થઈ ગઈ હતી. હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી હતી. અહીં 12થી 15 દુકાનો સળગાવી દેવાઈ હતી અને પોલીસે ૧૦ લોકોની ધરપકડ કરી હતી.
શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટિલનો પરિવાર 31 ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાવના પલાઢી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઇવરે હોર્ન વગાડતાં કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઇવરને અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી.
ત્યારબાદ કારમાં મંત્રીના પત્ની હોવાના કારણે કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દો બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ઘટના બાદ પલાઢી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યક્રતાઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગચંપી કરવાનું શરુ કરી દીધું હતું.
આ ઘટના બાદ બે જૂથો સામ સામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થમારો કરવાનું શરુ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને સળગાવ્યા હતા. આ ઘટનામાં 12થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જોકે વધુ હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.