યુપીના કયા શહેરમાં ગણેશ વિસર્જન વખતે થઈ બબાલ ? શું થયું ? જુઓ
ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર પથ્થરમારા નો મામલો સામે આવ્યો હતો. પથ્થર મારા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. યાત્રા દરમિયાન ફટાકડા ફોડતી વખતે એક સળગતો ફટાકડો એક ઘર પર પડ્યા બાદ બબાલ શરૂ થઈ હતી.
ઘટના બાદ રોષે ભરાયેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં સૂત્રોચાર કરી ખૂબ હંગામો કર્યો હતો. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારમાં લોકોને એકઠા થવા પર રોક લગાવવાની સાથે જ કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. અને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ મામલો શહેર કોતવાલી વિસ્તારના કસૌરાટોરી વિસ્તારનો બતાવવામાં આવી રહ્યો છે.
મહોબાના એસપી પલાસ બંસલે કહ્યું કે બંને જૂથો આમને સામને આવી જવાના કારણે સ્થિતિ ખૂબ જ તણાવ પૂર્ણ બની ગઈ હતી પરંતુ પોલીસ અને તંત્રની સમજદારીના કારણે મહોબાને સળગતું બચાવી લેવાયું હતું અને બંને જૂથોને સમજાવીને પરત મોકલી દીધા હતા.
ગણેશ વિસર્જન માટે બે મૂર્તિઓ ડીજે સાથે કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોડવામાં આવી રહેલ ફટાકડો કાચા મકાનમાં જઈને પડ્યો ત્યારબાદ વિવાદ શરૂ થઈ ગયો અને આ વિવાદ ધીરે ધીરે હંગામામા પરિવર્તિત થઈ ગયો. તે સમયે જ ડીજેના તાલ પર નાચી રહેલા ભક્તો પર બીજા જૂથે પાણી નાખી દીધું ત્યારબાદ બંને પક્ષો આમને સામને આવી ગયા હતા.