અમેરિકાની ક્રિકેટ ટીમ મેચમાં એવી જીત હાંસલ કરી જેના કારણે ભારતીય ટીમનો ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. આ મેચ અમીરાતમાં આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ લીગ-૨નો મુકાબલો હતો જેમાં અમેરિકાએ ઓમાનને ૫૭ રને રગદોળીને જીત હાંસલ કરી હતી. અમેરિકાએ ૧૨૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાનને ૬૫ રને આઉટ કર્યું હતું. આ રીતે તેણે ૫૭ રને જીત મેળવી હતી. આ મેચમાં ૧૯ વિકેટ પડી હતી. આ દરમિયાન નવ સ્પીનર દ્વારા એક વન-ડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડ મામલે પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચની બરાબરી થઈ ગઈ હતી. વર્ષ ૨૦૧૧માં પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં તમામ ૧૯ વિકેટ સ્પીનરે મેળવી હતી.

ઓમાન-યુએસએ વચ્ચે રમાયેલી મેચમાં કંઈક એવું બન્યું જે અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યું નથી. બન્ને ટીમે કુલ ૬૧ ઓવર ફેંકી જે તમામ સ્પીનરોએ જ ફેંકી હતી મતલબ કે બન્ને ટીમે ફાસ્ટ બોલરોને તક આપી જ ન્હોતી. સ્પીનરોએ કુલ ૧૯ વિકેટ મેળવી જ્યારે એક ખેલાડી રન આઉટ થયો હતો.