રાજકોટમાં ભાઈની હત્યા કરનાર મામા-મામીના પુત્રનું કર્યું અપહરણ : કારમાં ઉઠાવી ઢોરમાર મારી ફેંકી દીધો..!
રાજકોટ શહેરમાં ખૂન કા બદલા ખુન જેવો કિસ્સો સામે આવ્યો છે. આઠ મહિના પૂર્વે પુત્રી સાથે લગ્ન કરવાનું કહી ધમાલ કરતા મામા-મામીએ સગા ભાણેજની હત્યા કરી હોય જેનો બદલો લેવા મૃતકના ભાઈઓએ મામાના છોકરાનું મેટોડાથી અપહરણ કરી રાજકોટ પોતાના ઘર પાસે છરી-ધોકાના ઘા ઝીંકી દઈ રોડ પર મારવા ફેકી દીધો હતો. બનવા અંગે મેટોડા પોલીસે ચાર આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો આરોપીઓને સકંજામાં લીધા છે.
વિગતો મુજબ, રાજકોટ રૈયાધરા પાસે આવેલા ઈન્દિરાનગરમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુભાઈ પ્રેમજીભાઈ મૂછડિયાએ મેટોડા પોલીસ મથકમાં ભાણેજ રાહુલ હમીરભાઈ મેરીયા, ખુશાલ હમીરભાઈ મેરિયા, બનેવી હમીર મનજીભાઈ મેરીયા અને અન્ય રોહિત ઉર્ફ તીરથ રાખસિયા સામે ગુન્હો નોંધાવતા જણાવ્યું હતું કે, આઠ મહિના પૂર્વે ભાણેજ જયદીપ મેરિયા ભાઈ ગોવિદના ઘરે જઈ તેમની પુત્રી સાથે લગ્ન કરવાનું કહી ધમાલ મચાવતા ગોવિદભાઈ અને તેમના પત્ની કંચનબેને જયદીપને માર મારતાં તેનું મોત નિપજ્યું હતું જે ગુન્હામાં હાલ બંને જેલમાં છે. ત્યારે આ હત્યાનો બદલો લેવા મૃતકના ભાઈ રાહુલ અને ખુશાલ અને તેની સાથે રહેલા રોહિતે ભત્રીજા શિવરાજને મેટોડા ગેટ નંબર-1 પાસેથી કારમાં ઉપાડી ગયા હતા.
શિવરાજનો અપહરણ થયા બાદ તેનો ફોન આવેલ અને પોતાને આ ત્રણેય શખસો જબરદસ્તી કારમાં બેસાડીને રાજકોટ રૈયા ગામ પાસે પરશુરામ મંદિર નજીક આવેલા આરોપીના ઘર પાસે લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ શિવરાજનો ફોન બંધ થઈ ગયો હતો આખરે એક કલાક બાદ કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા દીકરાનું અકસ્માત થયેલું છે અને તેને 108માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે.
જેથી તુરંત ફરિયાદી હોસ્પિટલે પહોંચતા યુવકના હાથમાં પડખામાં છરીના ઘા જોવા મળેલ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં શિવરાજે કહ્યું હતું કે, આરોપીઓ તેને પરશુરામ મંદિર પાસે લઈ ગયા હતા અહીં રાહુલ, ખુશાલ અને તેના પિતા હમીરભાઈએ છરી અને ધોકાથી બેફામ મારી તેને રોડ ઉપર સુવડાવી દીધો હતો. કોઈ અજાણ્યા માણસે 108ને ફોન કર્યો હોય ત્યારે આરોપીઓ સામે જ ઊભા હોય જેથી તેણે અકસ્માત થયું હોવાનું કહ્યું હતું. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આરોપીઓએ આ અપહરણમાં આઈ20 કારનો ઉપયોગ કર્યો હતો અને ચારેયને સકંજામાં લઈ લેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવકની હાલત અતિ ગંભીર હોય જેથી હાલ તેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.