પાકિસ્તાનમાં બાળકો રોકેટ સેલ સાથે રમી રહ્યા હતા ત્યાં વિસ્ફોટ થતાં 8 લોકોના મોત
પાકિસ્તાનના સિંધમાં એક રોકેટ શેલ ફાટતાં 8 લોકોના મોત થયા છે. આ અકસ્માત કંધકોટ જિલ્લામાં બન્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાં ચાર બાળકો પણ સામેલ છે, મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.
મળતી માહિતી મુજબ, બાળકો ઘરમાં રોકેટ લોન્ચર શેલ સાથે રમી રહ્યા હતા, તે દરમિયાન રોકેટ શેલ ફાટ્યો. આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર બાળકો, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસે કંધકોટ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી છે.
બાળકો રોકેટ શેલ સાથે રમતા હતા
કંધકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રોહિલ ખોસાએ ઘટના અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે બાળકો બહાર રમી રહ્યા હતા ત્યારે તેમને જમીન પર રોકેટનો શેલ પડેલો મળ્યો. બાળકો રમવા માટે રોકેટ શેલ ઘરે લાવ્યા અને રમવા લાગ્યા. આ દરમિયાન, રોકેટ શેલ ફાટતા ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો, વિસ્ફોટમાં ઘરમાં હાજર 8 લોકોના મોત થયા. જે બાદ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સિંધના કાર્યકારી મુખ્યમંત્રીએ આઈજી પાસેથી રિપોર્ટ માંગ્યો
રોકેટ શેલ વિસ્ફોટની માહિતી મળતાં જ સિંધના કાર્યવાહક મુખ્યમંત્રી મકબૂલ બકરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. કાર્યવાહક મુખ્યમંત્રીએ મહાનિરીક્ષક ડો. રિફત મુખ્તાર પાસેથી ઘટનાનો અહેવાલ માંગ્યો છે. આ સાથે તેમણે સવાલો ઉઠાવ્યા કે ગામમાં રોકેટ કેવી રીતે પહોંચ્યું, શું કાચા વિસ્તારમાં કોઈ હથિયારોની દાણચોરી થઈ રહી છે, શું ગામમાં ડાકુઓના સમર્થકો હાજર છે?