ડોલર સામે રૂપિયાને ટકાવી રાખવા આયાત જકાત વધારશે!
-બજેટમા નાણામંત્રી નિર્મલા સીતારામન ડોલર મોટી ઘોષણા કરી શકે છે.
આ વખતના કેન્દ્રીય બજેટમાં સરકાર ડોલર સામે રૂપિયાના ધોવાણને અટકાવવા કેટલાક અસરકારક પગલાં લ્યે તવી શક્યતા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટીને 86 નીચે જતું રહ્યું છે, જેના કારણે અર્થવ્યવસ્થાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
સુત્રો અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારામન આયાત જકાતમાં વધારાની જાહેરાત કરી શકે છે. આ પગલું ડોલરની માંગને અંકુશમાં રાખવા અને રૂપિયાના સતત ઘટી રહેલા મૂલ્યને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉઠાવવામાં આવી શકે છે. આ સુત્રોનું માનવું છે કે જો સરકાર આ દિશામાં કોઈ પગલું ભરે તો તે ભારતના સ્થાનિક ઉદ્યોગને માત્ર સુરક્ષા જ નહીં આપે, પરંતુ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરીને સરકારની આવકમાં પણ વધારો કરી શકે છે.
રૂપિયાનું ઘટતું મૂલ્ય સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને માટે મોટો પડકાર છે. ત્યારે આયાત જકાત વધારવાથી આયાતકારો પાસેથી ડોલરની માંગ ઘટશે અને તેનાથી રૂપિયા પર દબાણ ઘટશે.
માત્ર ભારતીય રૂપિયો જ નહીં પરંતુ યુરોપની ઘણી કરન્સી પણ ડોલર સામે સમાન દબાણનો સામનો કરી રહી છે. બજેટમાં એવી કોઈ અસરકારક રીત નથી કે જે કરન્સી એક્સચેન્જ રેટને સીધી અસર કરી શકે, પરંતુ સરકાર ટેરિફ રેટ વધારવા પર વિચાર કરી શકે છે. આનાથી ન માત્ર સ્થાનિક ઉદ્યોગને રક્ષણ મળશે, પરંતુ આયાત ડ્યૂટીમાં વધારો પણ અટકાવવામાં આવશે. સરકારની કમાણી પણ વધશે.
ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાનું પગલું સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. કારણ કે આયાતી માલની માંગમાં ઘટાડો થવાથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર ટેરિફ વધારવા અને ડ્યૂટીને તર્કસંગત બનાવવા તરફ આગળ વધી શકે છે.”