રમઝાન માસ દરમિયાન સાઉદીમાં મસ્જિદમાં ઈફ્તાર યોજવાની મનાઈ
ઈમામો ઇફ્તાર માટે દાન પણ નહીં મેળવી શકે
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહમદ બીન સલમાને આગામી રમજાન માસ દરમિયાન મસ્જિદ ની અંદર ઈફ્તાર નો કાર્યક્રમ યોજવા પર મનાઈ ફરમાવતો આદેશ કર્યો હતો. સાઉદી અરેબિયાની મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર્સના જણાવ્યા અનુસાર ઇફતારને લીધે મસ્જિદમાં સ્વચ્છતા જળવા થી ન હોવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંભવિત રીતે 11 માર્ચથી પવિત્ર રમજાન માસ શરૂ થશે. એ મહિનામાં ઉપવાસ કરનારને ઈફ્તાર દરમિયાન ભોજન આપવામાં આવે છે. અત્યાર સુધી આ કાર્યક્રમમાં મસ્જિદો ની અંદર યોજવામાં આવતા હતા પરંતુ નવા આદેશમાં હવે એ કાર્યક્રમ મસ્જિદના પ્રાંગણમાં યોજવાની છૂટ આપવામાં આવી છે. સાથે જ ઇફ્તાર કાર્યક્રમ માટે મસ્જિદના ઇમામો કે મૌલવીઓ દાન પણ નહીં મેળવી શકે તેવી સુચના આપવામાં આવી છે.
સરકારે મસ્જિદની અંદરના ધાર્મિક કાર્યક્રમો તેમજ નમાઝના દ્રશ્યો પ્રસાર માધ્યમો કે સોશિયલ સોશિયલ મીડિયા પર દેખાડવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભાવિકોને મસ્જિદ ની અંદર કેમેરા કે મોબાઈલ ફોન લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.ઈફ્તાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતા રાખવાની જવાબદારી ઇમામ અને મસ્જિદ સંચાલકોની રહેશે તેવું આ આદેશમાં જણાવવામાં આવ્યું છે.