જો તમે કૈલાશ પર્વત ઉપર જાવ છો તો ટૂંક સમયમાં જ બુઢ્ઢા થઈ જશો !! હજુ સુધી નથી ઉકેલાયા આ રહસ્યો, વાંચો વિગતવાર
ભારતના પૌરાણિક ગ્રંથોમાં કૈલાશ પર્વતનું ખૂબ જ વિશેષ સ્થાન છે. કૈલાશ પર્વતનો ભગવાન શિવ સાથે ખાસ સંબંધ છે. કદાચ ગણતરી પણ ન કરી શકાય એટલા વર્ષોથી અનેક રહસ્યો લઈને વિશ્રામ કરે છે આ કૈલાશ પર્વત. હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન શિવને કૈલાસ પર્વતના સ્વામી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મહાદેવ તેમના સમગ્ર પરિવાર અને અન્ય તમામ દેવતાઓ સાથે કૈલાશમાં રહે છે. કૈલાશ પર્વતમાં અનેક રહસ્યો છૂપાયેલા છે. આ પર્વત પર કોઈ ચડી શક્યું , ત્યારે આજના આ વીડિયોમાં ચાલો તમને કૈલાશ પર્વતના રહસ્ય વિશે જણાવીએ.
પહેલું રહસ્ય કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ ચઢી શક્યું નથી
હિંદુ ધર્મમાં કૈલાશ પર્વતનું ખૂબ મહત્વ છે, કારણ કે તે ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે અત્યાર સુધી 7000 થી વધુ લોકોએ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જીતી લીધું છે, જેની ઉંચાઈ 8848 મીટર છે, પરંતુ આજ સુધી કોઈએ કૈલાસ પર્વત પર ચડ્યું નથી, જ્યારે તેની ઉંચાઈ એવરેસ્ટથી લગભગ 2000 મીટર ઓછી એટલે કે માત્ર 6638 મીટર જ છે. તે અત્યાર સુધી બધા માટે રહસ્ય રહ્યું છે. કૈલાસ પર્વત વિશે ઘણી વખત આવી વાતો સાંભળવા મળે છે, ઘણા પર્વતારોહકોએ તેને ચડવાનો પ્રયત્ન કર્યો હતો,
બીજું રહસ્ય કૈલાસ પર્વત પર વ્યક્તિ દિશાહીન બની જાય છે
કૈલાસ પર્વત પર ક્યારેય ચઢી શકવા માટે સક્ષમ ન હોવા પાછળ ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત પર તેમના પરિવાર સાથે રહે છે અને તેથી જ કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. મૃત્યુ પછી અથવા જેણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી, માત્ર તે જ કૈલાસ પર વિજય મેળવી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ કૈલાશ પર્વત પર થોડી ઉંચાઈએ ચડતા જ દિશાહીન બની જાય છે. તેથી આજ સુધી કોઈ માનવી કૈલાસ પર્વત પર ચઢી શક્યો નથી.
ત્રીજું રહસ્ય કૈલાસ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે
વર્ષ 1999 માં, રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમ એક મહિના સુધી કૈલાશ પર્વત નીચે રહી અને તેના કદનું સંશોધન કર્યું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પર્વતત્રિકોણાકારનો શિખર નથી, પરંતુ એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલું છે. આ જ કારણ છે કે કૈલાસ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પણ આ પર્વત પર ચઢવા નીકળ્યા હોય તે મૃત્યુ પામે છે અથવા ચડ્યા વગર જ નિરાશ થઈને પાછા ફર્યા હતા.
ચોથું રહસ્ય શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે
આ પર્વત પર રહેવું અશક્ય હોય છે કારણ કે શરીરના વાળ અને નખ ત્યાં ઝડપથી વધવા માંડે છે. કૈલાશ પર્વતની તળેટીનો એક દિવસ આપણાં સામાન્ય જીવનના એક મહિના બરાબર છે . જો તમે કૈલાશ પર્વત પર એક મહિનો વિતાવો છો તો એ લગભગ અઢી વર્ષ જેવડો સમય લાગશે ઉદાહરણ તરીકે જો તમે મહિનામાં 4 વાર નખ કાપો છો તો કૈલાશ પર્વત પર તમારે દિવસમાં 4 વાર નખ કાપવા પડશે.
પાંચમું રહસ્ય બે રહસ્યમય સરોવરો વિશે છે
અહીં બે મુખ્ય સરોવરો છે – પ્રથમ, માનસરોવર જે વિશ્વના શુદ્ધ પાણીના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે અને જેનો આકાર સૂર્ય જેવો છે અને પાણી એકદમ મીઠું છે . બીજું છે રાક્ષસતાલ, જે વિશ્વના સૌથી ઊંચા ખારા પાણીના તળાવોમાંનું એક છે અને જેનો આકાર ચંદ્ર જેવો છે. આ બંને સરોવરો સૌર અને ચંદ્ર શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે હકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે સંબંધિત છે. વિચારવા જેવી બાબત એ છે કે એક જ ભૂગોળ પર હોવા છતાં આ બંને સરોવર આટલા અલગ કેમ છે.
છઠ્ઠુ રહસ્ય “ આકાશમાં રોશનીની ચમકી
દાવો કરવામાં આવે છે કે કૈલાશ પર્વત પર ઘણી વખત આકાશમાં 7 પ્રકારની લાઇટો ચમકતી જોવા મળી છે. નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીંના ચુંબકીય બળને કારણે આવું થઈ શકે છે. અહીં ચુંબકીય બળ આકાશ સાથે મળીને ઘણી વખત આવી વસ્તુઓ બનાવી શકે છે.
સાતમું રહસ્ય : ડમરુ અને ઓમનો અવાજ
જો તમે કૈલાશ પર્વત અથવા માનસરોવર સરોવરના વિસ્તારમાં જશો તો તમને સતત એવો અવાજ સંભળાશે કે જાણે નજીકમાં કોઈ વિમાન ઉડતું હોય. પણ ધ્યાનથી સાંભળીએ તો આ અવાજ ‘ડમરુ’ કે ‘ઓમ’ ના અવાજ જેવો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અવાજ પીગળતા બરફનો હોઈ શકે છે. એવું પણ શક્ય છે કે પ્રકાશ અને ધ્વનિ વચ્ચે એવું સંયોજન હોય કે અહીંથી ‘ઓમ’ ના અવાજ સંભળાય.
અસ્વીકરણ: આ લેખ લોક માન્યતાઓ પર આધારિત છે. વોઇસ ઓફ ડે અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે જવાબદાર નથી.