POK જો પરત લઈ શકતા હો તો લઈ લ્યો ને ? તમને કોણ રોકે છે?
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પરત લીધા બાદ કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે એ હેતુના લંડનમાં કરેલા નિવેદનન પ્રતિભાવમાં જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ એ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા.
જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ વારંવાર પાક કબજાગ્રસ્ત કાશ્મીર પરત લઈ લેવાની વાતો કરે છે તો સવાલ એ છે કે એમને કોણ રોકે છે.તેમણે કહ્યું,” તમે પરત લઈ શકતા હો તો લઈ લ્યો ને, તમને કોણ રોકે છે? તમે કોની રાહ જુઓ છો ?”
ઓમર અબ્દુલ્લાહ એ વધુમાં કહ્યું કે કારગિલ યુદ્ધ સમયે ભારત પાસે કબ્જાગ્રસ્ત કાશ્મીર પરત મેળવવાનો સોનેરી મોકો હતો.આપણો હાથ ઉપર હતો.આપણે પાકિસ્તાનને એ સોદો કરવા મજબૂર કરી શકીએ એ સ્થિતિમાં હતા તો ત્યારે કેમ પરત ન લઈ લીધું? તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે લઈ શકતા હો તો પરત મેળવી જ લ્યો.
ચીનનું નામ કેમ નથી લેતા?
ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે ભાજપ પાકિસ્તાન કબજગ્રસ્ત કાશ્મીર પરત લેવાની તો જોરશોરથી વાતો કરે છે પણ કાશ્મીરનો વિશાળ ભાગ ચીને પણ પડાવી લીધો છે તેના વિશે ભાજપ કેમ કાંઈ બોલતો નથી.ચીન પાસેથી એ પરત લેવાની વાત કેમ કરતા નથી? તેમણે ચીન પાસેથી પણ કાશ્મીરનો વિસ્તાર પરત લઈ આવવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.