સાચા દેશભક્ત છો તો ખાલિસ્તાન મુર્દાબાદ લખીને બતાવો !! ક્રિકેટર હરભજનસિંહને સોશ્યલ મીડિયામાં યુઝરે કરી ચેલેન્જ
પૂર્વ ક્રિકેટર અને આપના નેતા હરભજનસિંહને એક એક્સ યુઝરે મોટી ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે જો તમે સાચા દેશભક્ત હો તો એકવાર ખાલિસ્તાન મુર્દાબાદ બોલીને-લખીને બતાવો. આ અંગે ક્રિકેટરે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે અને યુઝરને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
રેન્ડમસેના નામના એકાઉન્ટ પરથી હરભજનને આ ચેલેન્જ આપવામાં આવી હતી. યુઝરે લખ્યું હતું કે હરભજન પોતાના એકાઉન્ટ પર એકવાર ખાલિસ્તાન મુર્દાબાદ લખીને બતાવે તો માનીએ કે તેઓ સાચા દેશભક્ત છે . તેની સામે હરભજને તીખી ટ્વીટ કરીને લખ્યું હતું કે તમે માનસિક રીતે બીમાર છો.
ચેલેન્જ આપનારે એમ પણ લખ્યું હતું કે જો હરભજન આવું લખી નાંખશે તો હું એમની માફી પણ માંગી લઇશ. અંતે હરભજને આ બારામાં યુઝર સામે પોલીસ ફરિયાદ કરી હતી . યુઝરની એક જૂની પોસ્ટ પણ હરભજને શેર કરીને પૂછ્યું હતું કે તું કઈ ટાઈપનો છો ? અયોધ્યાના હિન્દુ ભાઈઓ વિષે જેમ તેમ બોલે છે ? તારી માનસિક હાલત સારી નથી.