જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કેન્દ્ર સરકારનો કોઈ કર્મચારી છે, તો આ સમાચાર તમારા કામના છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે યુનિફાઇડ પેન્શન સ્કીમ UPS માં સમાવિષ્ટ કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજના OPS હેઠળ નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટી માટે હકદાર બનશે. આ નિર્ણય સાથે, કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ થઈ છે.

કર્મચારી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે સરકાર દ્વારા લાગુ કરાયેલી નવી જોગવાઈ એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
સિંહે કહ્યું કે યુપીએસમાં સમાવિષ્ટ કેન્દ્રીય કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુટીની ચુકવણી) નિયમો, 2021 હેઠળ નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટી માટે હકદાર બનશે. આ પછી, યુપીએસમાં જોડાનારા કર્મચારીઓ 25 લાખ રૂપિયા સુધી ગ્રેચ્યુટીનો લાભ મેળવી શકશે.
આ પણ વાંચો : મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
કર્મચારીઓને આ બે શરતોમાં લાભ મળશે
પેન્શન અને પેન્શનરો વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે યુપીએસ હેઠળ, કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ અથવા અપંગતાને કારણે નોકરી છોડી દેવા પર ઓપીએસના લાભો મેળવવાનો વિકલ્પ મળશે. સચિવ વી. શ્રીનિવાસએ કહ્યું, ‘આ આદેશ કર્મચારીઓની શંકાઓ દૂર કરે છે અને પ્રગતિશીલ છે.’ ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોયીઝ ફેડરેશનના અધ્યક્ષ મનજીત સિંહ પટેલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.
