પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો શેરબજાર માટે સંજીવની સાબિત થશે
ક્રૂડના ભાવો તળિયે છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવોનો ઘટાડો અપેક્ષિત છે
હાલમાં શેરબજારની સ્થિતિ ખરાબ છે.બજાર તૂટી ગયું છે.કારણોની વાત કરીએ તો અનેક કારણોને લઈને બજાર ઘટ્યું છે.મુખ્ય કારણોમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની વેચવાલી ,કંપનીઓના ત્રિમાસિક નબળા પરિણામો,બજાર પર વધતું જતું ટેક્સ,નું ભારણ.જેમાં ,એસ.ટી.ટી,લોંગ ટર્મ-શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ, સત્તા વાળા ઓ દ્વારા થતા નિયમોમાં આવનાર ફેરફાર જેમકે,એસ.એમ.ઈ ના લિસ્ટિંગ માં 90% ની કેપ લિસ્ટિંગ ના સમયમાં ફેરફાર, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં લોટ સાઈઝ ના વધારાની રજૂઆત,ક્લાઈન્ટ નેટવર્થ ના ઇન્ડિકેશન ,1100થી વધુ શેરોને માર્જિન માંથી હટાવાયા છે. સાપ્તાહિક એક્સપાયરી માં ઘટાડો,બાય-બેક પર પણ ટેક્સ નાખવા જેવા કારણો કહી શકાય.
પ્રાઇમરી માર્કેટમાં પણ આઈ.પી.ઓ ફંડિંગ પર અંકુશ આવ્યા છે.ઉપરાંત નજીકના ભવિષ્યમાં જ એસ.એમ.ઇ આઇ.પી.ઓ ની ટિકિટ સાઈઝ ચારથી પાંચ લાખ થશે તેવી વાતો સંભળાઈ રહી છે.વધતો જતો ફુગાવો પણ એક મુખ્ય કારણ ગણી શકાય. આમ ઘણા બધા કારણોથી બજાર ઘટી રહ્યું છે.ભારતીય શેર બજારમાં લાંબી તેજી જોવા મળી રહી હતી.બજારને ઘટવું જ હતું તેવી પરિસ્થિતિમાં ઉપરોક્ત અનેક કારણો મળી જતા બજાર ઘટ્યું નથી,પણ તૂટી ગયું તેમ કહી શકાય.
આવી પરિસ્થિતિમાં જો પેટ્રોલ ડીઝલના ભાવો ઘટે તો શેરબજાર માટે સંજીવની સાબિત થશે,કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવો જો ઘટે તો ફુગાવો પણ નિયંત્રણમાં આવી જાય અને સરવાળે કંપનીઓના પરિણામો પર પણ સાનુકૂળ અસર જોવા મળે. ખરેખર જોવા જઈએ તો ક્રૂડના ભાવ ઘણા ઘટી ગયા છે અને લાંબા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી.ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટે તો તે શેર બજાર માટે ચોક્કસપણે સંજીવની નું કામ કરે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર શેર બજારમાં અત્યારે મંદીનું વાતાવરણ છે.ડિસેમ્બરમાં નાતાલના વેકેશનમાં વિદેશી રોકાણકારો રજા પર રહેશે.વોલ્યુમ માં ઘટાડો જોવા મળશે.જાન્યુઆરીના છેલ્લા બે અઠવાડિયામાં મોટા ઓપરેટરો નિષ્ક્રિય થઈ જશે કારણ કે,ફેબ્રુઆરીમાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થશે. આવા સમયે મોટા ખેલાડીઓ બજાર થી દુર થઈ જશે ,બજારથી અલગ થઈ જશે.
ફેબ્રુઆરીમાં અંદાજપત્ર રજૂ થયા પછી બજારમાં રોકાણકારો સક્રિય થાય તેવી શક્યતા છે.વધુમા તેઓના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો નિશંક પણે બજારને નવું બુસ્ટ મળે અને બજારમાં ફરીથી તેજી જોવા મળે. જે રીતે ક્રૂડના ભાવ ઘટ્યા છે,તે જોતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10% નો ઘટાડો અપેક્ષિત છે.