કાયદો છૂટ આપે તો લોરેન્સના નેટવર્કને 24 કલાકમાં ખતમ કરી દઉં
એક્સ પર પોસ્ટ મૂકીને લોરેન્સને બે ટકાનો ગેંગસ્ટર ગણાવ્યો
લે બોલ… સાંસદ પપ્પુ યાદવને આ વળી કેવું સુરાતન ચડ્યું !
મુંબઈમાં એનસીપી (અજિત પવાર)ના નેતા બાબા સિદ્દીકીના ગોળીબારમાં મોત બાદ બિહારના શક્તિશાળી સાંસદ પપ્પુ યાદવ ખૂબ જ નારાજ છે. પપ્પુ યાદવે X પર એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેને બિલકુલ સંસદીય ગણી શકાય નહીં. પપ્પુને ભારે સુરાતન ચડ્યું છે.
પપ્પુ યાદવે કહ્યું છે કે , ‘આ દેશ છે કે સેના? એક ગુનેગાર જેલમાં બેસીને લોકોને પડકારી રહ્યો છે અને મારી રહ્યો છે, દરેક વ્યક્તિ મૂક પ્રેક્ષક બની ગયા છે. ક્યારેક મુસેવાલા , ક્યારેક કરણી સેનાના વડા અને હવે તેમણે ઉદ્યોગપતિ અને રાજકારણીની હત્યા કરી નાખી. જો કાયદો પરવાનગી આપશે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી નાખીશ.
નોંધનીય છે કે મુંબઈની રાજનીતિ અને સિલ્વર સ્ક્રીન બંને સાથે સંકળાયેલા બાબા સિદ્દીકીની હત્યા યુપીના બહરાઈચ અને મધ્યપ્રદેશના ઉજ્જૈન સાથે જોડાયેલી છે. યુપીના કૈસરગંજના ગંડારા ગામની શેરીઓમાંથી આવેલા ધરમરાજ કશ્યપ અને શિવકુમાર ગૌતમ પર બાબા સિદ્દીકી પર ગોળીઓ ચલાવવાનો આરોપ છે. દેશભરમાં પ્રખ્યાત આ હત્યા કેસમાં ધર્મરાજ અને શિવકુમારના નામ સામે આવતાં તેમના પરિવારજનો અને ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા છે. જો કે બહરાઈચમાં બંને વિરુદ્ધ એક પણ કેસ નોંધાયેલ નથી.