એમપી: મદ્રેસામાં બિન-મુસ્લિમોને શિક્ષણ અપાયું તો માન્યતા રદ થશે
મધ્ય પ્રદેશમાં મદરેસાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સ્કુલ શિક્ષણ વિભાગે આદેશ જારી કરતાં મદરેસામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની ભૌતિક ચકાસણીનો આદેશ જારી કર્યો હતો.
આ દરમિયાન જો ત્યાં બનાવટી રીતે બિન-મુસ્લિમ કે મુસ્લિમ બાળકોના નામ મળે કે બાળકોને તેમના વાલીઓની પરવાનગી વિના ધાર્મિક શિક્ષણ આપવામાં આવી રહ્યું હશે તો આવા મદરેસાની માન્યતા રદ કરી દેવામાં આવશે.
સ્કુલ શિક્ષણ વિભાગે આદેશ જારી કરતાં કહ્યું કે પ્રદેશના મદરેસામાં ગ્રાન્ટ મેળવવાના હેતુંથી અનેક બિન મુસ્લિમ બાળકોના નામ બનાવટી રીતે વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ તરીકે નોંધાયા છે. તેની ઝડપથી ચકાસણી કરવાની જરૂર છે.