IC 814 Kandahar Hijack series : હવે હાઇજેકર્સના કોડ નેમ સાથે તેમના સાચા નામ પણ જોવા મળશે
ડિરેક્ટર અનુભવ સિન્હાની નેટફ્લિક્સ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ને લઈને અનેક વિવાદ સામે આવ્યા છે. વાસ્તવિક ઘટનાઓ પર આધારિત આ વેબ સિરીઝને પ્રેક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ તેણે વિવાદ પણ ઉભો કર્યો હતો. શો ‘IC 814’માં, ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરનાર આતંકવાદીઓ સમગ્ર ઘટના દરમિયાન તેમના સાચા નામને બદલે કોડ નામનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ નામો છે- બર્ગર, ચીફ, શંકર અને ભોલા. સોશિયલ મીડિયા પર, લોકોએ ‘IC 814’ માં હાઇજેકર્સના હિંદુ નામો પર વાંધો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે આ આતંકવાદીઓના સાચા નામો છુપાવવાનો પ્રયાસ છે.
Netflix કન્ટેન્ટ હેડને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા
વેબ સિરીઝના વિવાદ વચ્ચે સોમવારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે મંગળવારે Netflix ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું હતું અને ‘IC 814’ના કથિત વિવાદાસ્પદ પાસાઓ પર તેમની પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
Netlix એ મોટો ફેરફાર કર્યો
માહિતી અને પ્રસારણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીને મળ્યા બાદ નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ ચીફ મોનિકા શેરગીલે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે હવે આઈસી 814ના અસલી હાઈજેકર્સના સાચા નામો સાથે તેમના કોડ-નેમ અપડેટ કરવામાં આવ્યા છે. શોના ડિસ્ક્લેમરમાં જેનો ઉપયોગ તેણે ઘટના દરમિયાન કર્યો હતો.
માહિતી અનુસાર, નેટફ્લિક્સ ઈન્ડિયાની કન્ટેન્ટ ચીફ મોનિકા શેરગિલ દિલ્હીના શાસ્ત્રી ભવન પહોંચી ગઈ છે. અહીં સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ સાથે તેમની બેઠક શરૂ થઈ છે.
Netflix ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને બોલાવવા અંગે સરકારી સૂત્રોએ કહ્યું કે, ‘કોઈને પણ આ દેશના લોકોની ભાવનાઓ સાથે રમવાનો અધિકાર નથી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશા સન્માન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુને ખોટી રીતે રજૂ કરતા પહેલા વિચારવું જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, Netflixની સીરિઝ ‘IC 814’ને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિરોધ હવે કાનૂની કેસનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. OTT પ્લેટફોર્મ Netflix પર શ્રેણી ‘IC 814: The Kandahar Hijack’ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં સિરીઝના શોને મંજૂરી આપતું સર્ટિફિકેટ રદ કરવા અને શો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની વિનંતી કરવામાં આવી છે.
નેટફ્લિક્સ વેબ સિરીઝમાં, હાઇજેક થયેલી ફ્લાઇટ IC 814ના અસલી કેપ્ટન દેવી શરણ અને શ્રીંજય ચૌધરીના પુસ્તક ‘ફ્લાઇટ ઇન ફિયર’ને શોનો આધાર બનાવવામાં આવ્યો છે. શોમાં તથ્યો માટે સંજય શર્માના પુસ્તક ‘IA’s Terror Trail’નો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડ સાથેની બેઠક બાદ માહિતી પ્રસારણ મંત્રાલય વેબ સિરીઝ અંગે શું પગલાં લે છે.