‘ના રિસ્પેક્ટ મળી રહી હતી, ના સપોર્ટ…’ યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું અસલી કારણ જણાવી કહ્યું-મારી રમતની કદર જ થઇ રહી નહોતી
યુવરાજસિંઘે જૂન-2019માં વન-ડે વર્લ્ડકપ વચ્ચે જ સંન્યાસ જાહેર કર્યો હતો. હવે તેણે સંન્યાસ લેવા અંગેનું કારણ પણ જાહેર કર્યું છે. યુવરાજે કહ્યું કે તે એ સમયે પોતાને અલગ-થલગ અનુભવી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે કોઈ તેની રમતનું સન્માન કરી રહ્યું નથી. યુવરાજે 2019માં આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બન્નેમાંથી સંન્યાસ લીધો હતો. તે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યો હતો પરંતુ ત્યારબાદ તેને બહાર કરવામાં આવ્યો હતો.
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે યુવરાજે `સર્વિંગ ઈટ અપ વિથ સાનિયા’ યૂ-ટ્યૂબ પોડકાસ્ટમાં કહ્યું કે નિવૃત્તિ લીધી તે પહેલાં હું મારી રમત માણી શકતો ન્હોતો. ત્યારે મેં ખુદને સવાલ કર્યો કે આખરે હું રમી શા માટે રહ્યો છું.
મને ત્યારે ન તો સહકાર મળી રહ્યો હતો કે ન તો કોઈ તરફથી સન્માન મળી રહ્યું હતું. ત્યારે મને લાગ્યું કે હવે હું આગળ વધી શકતો નથી તો પછી જબરદસ્તી શા માટે કરવી ? મને આ રમતે ઘણુ આપ્યું છે. મને ખૂબ જ તકલીફ થઈ રહી હતી. જ્યારે લાગ્યું કે હવે મારાથી નહીં થાય એ જ દિવસે ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લઈ લીધો હતો.
આ પણ વાંચો :વિરાટના ફેન્સ માટે ગુડ ન્યૂઝ: કિંગ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થયું, ડિલીટ, હેક કે સસ્પેન્ડ? અનેક સવાલ ઉઠયા
તેમને લાગતું હતું કે જે રમતને તેમણે જીવન સમર્પિત કર્યું, ત્યાં હવે તેમને પૂરતું સન્માન કે જરૂરી સમર્થન મળી રહ્યું નથી. ખાસ કરીને 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમમાંથી પડતા મુકાયા પછી તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હતા અને તેમણે રમતનો આનંદ માણવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે, જ્યારે તેમને આગળ વધવાની કોઈ તક ન દેખાઈ, ત્યારે ભારે હૈયે તેમણે આત્મમંથન કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ બંનેને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો.
