હું નાનપણથી આરએસએસ નો સભ્ય હતો અને આજે પણ છું
કોલકત્તા હાઇકોર્ટના જજે બેધડક જણાવ્યું
કોલકાતા હાઇકોર્ટના નિવૃત્ત થઈ રહેલા જજ ચિતરંજન દાસે પોતે આરએસએસના સભ્ય હોવાનું જણાવ્યું હતું. તેમના વિદાય સમારોહમાં ઉદબોદન કરતી વેળાએ તેમણે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે હું નાનપણથી આરએસએસ નો સભ્ય હતો અને આજે પણ છું.
ચિતરંજન દાસે 14 વર્ષ સુધી ઓડીસા હાઇકોર્ટમાં ફરજ બજાવ્યા બાદ 2022 માં કોલકાતા હાઇકોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો. તેમની નિવૃત્તિ સંદર્ભે યોજાયેલા વિદાય સમારોહમાં અન્ય ન્યાયાધીશો અને 12 એસોસિએશનના સભ્યોને ઉદબોધન કરતાં તેમણે કહ્યું કે આરએસએસ નું મારા ઉપર ઘણું ઋણ છે. હું તેની પાસેથી કામ પ્રત્યેની નિષ્ઠા, સમાનતા અને રાષ્ટ્રવાદના પાઠ શીખ્યો છું. તેમણે ઉમેર્યું કે ઘણા લોકોને નહી ગમે પણ મારે એ જણાવવું છે કે હું નાનપણથી જ આરએસએસ નો સભ્ય હતો અને એ સંગઠન ઈચ્છે તો હું તેમાં મારી સેવાઓ આપવા માટે તૈયાર છું.
તેમણે વધુમાં જણાવ્યું કે મેં એ સંસ્થા સાથેના મારા સંબંધનો ક્યારેય મારી કારીકર્દીને ઉજજવળ બનાવવા માટે ઉપયોગ નથી કર્યો. મેં બધાને સમાન ભાવથી નિહાળ્યા છે,પછી તે ગરીબ હોય કે તવંગર, ભાજપ કોંગ્રેસ કે ટીએમસી હોય. કોઈ વિશેષ રાજકીય ફિલોસોફી પ્રત્યે મારો પક્ષપાત નથી. મેં કાંઈ ખોટું નથી કર્યું એટલે આજે હું હિંમત પર કહી શકું છું કે હું આરએસએસ નો સભ્ય છું.