“મેં અનેક દુષ્કર્મ પીડિત છોકરીઓ,મહિલાઓના શબોનો નિકાલ કર્યો છે.” મંદિરના ભૂતપૂર્વ સફાઈ કામદારની કબુલાતથી હડકંપ
દક્ષિણ કર્ણાટકના ધર્મસ્થાળા ગામના ધર્મસ્થળા મંદિરના પૂર્વ સફાઈ કામદાર હોવાનો દાવો કરનાર એક શખ્સે 1998થી 2014 દરમિયાન ધર્મસ્થળા અને આસપાસના વિસ્તારોમાં બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી શાળાની છોકરીઓ અનેક મહિલાઓના શબોને બાળ્યા અને દફનાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપતા ભારે સનસનાટી મચી જવા પામી છે.

પોતે આ કૃત્યો ” શક્તિશાળી ” લોકોના દબાણે કર્યા હોવાનો તેણે ખુલાસો કર્યો હતો. એ શખ્સે તેની જાન ઉપર જોખમ હોવાનું જણાવી નામ જાહેર ન કરવા વિનંતી કરી છે. આ ફરિયાદના આધારે ધર્મસ્થળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 211(એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઓજસ્વી ગોવડા અને સચિન દેશપાંડે દ્વાર ફરિયાદની વિગતો જાહેર કરવામાંઆવી હતી. ફરિયાદીએ મૃતદેહોના અવશેષોના ફોટોગ્રાફ્સ પણ પોલીસને આપી અને દાટેલી લાશોના અવશેષો ખોદી કાઢવાની વિનંતી કરી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ તે 1995થી ડિસેમ્બર 2014 સુધી ધર્મસ્થળા મંદિર હેઠળ સફાઈ કર્મચારી તરીકે નેથ્રાવતી નદી અને આસપાસના વિસ્તારોમાં સફાઈનું કામ કરતો હતો. એ દરમિયાન તેણે ઘણા શબ જોયા હતા. તેમાં મોટાભાગના શબ મહિલાઓના હતા અને તેમાંથી મોટાભાગના વસ્ત્રો વગરના હતા. કેટલાક શબ પર જાતીય હુમલા અને હિંસાના નિશાન હતા. ફરિયાદી એ જણાવ્યા અનુસાર 1998માં તેના સુપરવાઈઝરે તેને શબને ગુપ્ત રીતે નાશ કરવાનો આદેશ આપ્યો હતો.એ સમયે ફરિયાદીએ ઇનકાર કરી પોલીસને જાણ કરવાની વાત કરતા તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : ગજબ : રાજકોટમાં ઝૂપડામાં રહેતી શ્રમિક મહિલાએ મોબાઈલ ચોરીની નોંધાવી E-FIR ! પોલીસ પણ થઈ ગઈ આશ્ચર્યચકિત
12 વર્ષની બાળાની લાશ સ્કુલ બેગ સાથે દાટી હતી
ફરિયાદીએ કેટલાક કિસ્સાઓનું પણ વર્ણન કર્યું છે. તેણે જણાવ્યું કે જ્યાં શબ મળી આવતા તે સ્થળે તેના સુપરવાઇઝર તેને બોલાવતા. તેમાંથી ઘણી લાશો નાની છોકરીઓની હતી. તેણે કહ્યું,” એક ઘટના મને હંમેશા હેરાન કરે છે. 2010માં, કલ્લેરી ખાતે એક પેટ્રોલ પંપથી લગભગ 500 મીટર દૂર એક 12 થી 15 વર્ષની છોકરી મૃત હાલતમાં મળી આવી હતી. તેણે શાળાનો ગણવેશ પહેર્યો હતો, પરંતુ તેનું સ્કર્ટ અને અન્ડરગાર્મેન્ટ ગાયબ હતા અને તેના પર જાતીય હુમલા અને ગળું દબાવવાના નિશાન હતા. મને તેની શાળાની બેગ સાથે ખાડો ખોદીને તેને દાટવા કહેવામાં આવ્યું હતું. બીજા એક કેસમાં, 20 વર્ષની એક મહિલાનો ચહેરો એસિડથી બાળી નાખવામાં આવ્યો હતો અને તેનું શબ અખબારમાં લપેટીને મને બાળવા કહેવામાં આવ્યુ હતું. હું ધર્મસ્થળા વિસ્તારમાં બેઘર પુરુષો અને ભિખારીઓની હત્યાઓનો સાક્ષી રહ્યો છું. મને ઘણા શબ દાટવા અને કેટલાકને બાળવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.”
આ પણ વાંચો : “મેં અનેક દુષ્કર્મ પીડિત છોકરીઓ,મહિલાઓના શબોનો નિકાલ કર્યો છે.” મંદિરના ભૂતપૂર્વ સફાઈ કામદારની કબુલાતથી હડકંપ
જાનનું જોખમ લગતાં ગામ છોડીને ભાગી ગયો હતો
આ ચોંકાવનારી કબુલાત કરનાર ફરિયાદીના જણાવ્યા અનુસાર 2014માં તેના પરિવારની એક નાની બાળા ઉપર તેના સુપરવાઇઝરની પરિચિત વ્યક્તિએ જાતીય શોષણ કર્યા બાદ તે તેના પરિવાર સાથે ધર્મસ્થાળાથી ઓળખ છુપાવીને નજીકના રાજ્યમાં
ભાગી ગયો હતો. તેણે આ કબુલાત અપરાધ ભાવના પસ્તાવાને કારણે અને પીડિતો અને તે હત્યાઓ પાછળના ગુનેગારોને ઉજાગર કરવા માટે કરી હોવાનું જણાવ્યું હતું. તેના કહેવા મુજબ તેણે ધર્મસ્થળા જઈ ગુપ્ત રીતે એક શબના અવશેષો ખોદી તેના ફોટા લીધા હતા અને એ ફોટા પોલીસને સુપ્રત કર્યા હતા.
આરોપીઓ ખૂબ વગદાર છે અને વિરોધીઓને દૂર કરી દે છે
આ વ્યક્તિએ જણાવ્યું કે તે પોલીસ સાથે સહકાર આપવા તૈયાર છે અને તપાસકર્તાઓને શબ દાટેલા સ્થળો બતાવવા તૈયાર છે. તેને કહ્યું, “આરોપીઓ ધર્મસ્થળા મંદિર પ્રશાસન અને અન્ય સ્ટાફ સાથે સંકળાયેલા છે. તેઓ મને શબ દાટવા માટે ધમકીઓ આપતા અને ત્રાસ આપતા હતા. આરોપીઓ ખૂબ પ્રભાવશાળી છે અને તેઓ વિરોધ કરનારાઓને દૂર કરી દે છે. હું અને મારો પરિવાર 2018ની સાક્ષી સુરક્ષા યોજના હેઠળ રક્ષણ મળે ત્યારે તેમના નામ અને તેમની ભૂમિકા જાહેર કરવા તૈયાર છું. હું સત્ય સાબિત કરવા માટે પોલીગ્રાફ કે અન્ય કોઈ પરીક્ષણ માટે તૈયાર છું.” ફરિયાદીએ જણાવ્યું કે તેમણે ફરિયાદની નકલ સુપ્રીમ કોર્ટના વકીલ કે.વી. ધનંજયને સોંપી છે જેથી જો તેમની હત્યા થાય અથવા તેઓ આરોપીઓના નામ જાહેર કરે તે પહેલાં ગુમ થાય તો સત્યનું રક્ષણ થાય. ફરિયાદીએ તેનું આધાર કાર્ડ, ધર્મસ્થળા પ્રશાસન દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ અને ધર્મસ્થળા-બેલથાંગડીમાં નોંધાયેલું મતદાર આઈડી પણ પોલીસને સોંપ્યા છે.