હું ન્હોતો ઈચ્છતો કે મોદી…ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના કાફલાનો રૂટ કેમ બદલ્યો ?? જાણો શું હતું કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ ન્હોતા ઇચ્છતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અન્ય વિશ્વ નેતાઓ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રસ્તાઓ પર મંડપ,, કે ખાડા જુએ. ટ્રમ્પે કહ્યું કે તે વોશિંગ્ટન ડીસીને વિશ્વની શ્રેષ્ઠ રાજધાની બનાવવા માંગે છે જ્યાં લોકોની સલામતિ હોય. તેમને શહેરને સંપૂર્ણ રીતે સાફ કરવાનો આદેશ પણ આપ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘જ્યારે ભારતના વડા પ્રધાન મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન જેવા અન્ય નેતાઓ હમણાં હમણાં મને મળવા આવ્યા હતા.’ હું નહોતો ઇચ્છતો કે તેઓ રસ્તા ઉપર મંડપ જુએ, હું નહોતો ઇચ્છતો કે તેઓ રસ્તાઓ પર ખાડા જુએ. એટલા માટે અમે શહેરને સુંદર બનાવ્યું.
આપણે અપરાધમુક્ત રાજધાની બનાવવા જઈ રહ્યા છીએ. જ્યારે લોકો અહીં આવે ત્યારે તેમને લૂંટવામાં નહીં આવે, ગોળી મારવામાં નહીં આવે કે બળાત્કાર કરવામાં નહીં આવે. તે પહેલા કરતાં વધુ સુરક્ષિત, સ્વચ્છ હશે.
તેમણે કહ્યું કે અત્યાર સુધી વોશિંગ્ટનના મેયર મ્યુરિયલ બાઉઝરે રાજધાનીની સફાઈમાં સારું કામ કર્યું છે. ટ્રમ્પે કહ્યું, ‘વિદેશ મંત્રાલયની સામે ઘણા બધા તંબુ છે.’ તેમને દૂર કરવા પડશે. “અમે એવી રાજધાની ઇચ્છીએ છીએ જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની શકે.” તેમણે કહ્યું, ‘જ્યારે ભારતના વડા પ્રધાન મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, આ બધા લોકો… બ્રિટનના વડા પ્રધાન બધા છેલ્લા દોઢ અઠવાડિયામાં મને મળવા આવ્યા અને જ્યારે તેઓ આવ્યા… ત્યારે મેં રૂટ બદલ્યો હતો. હું નહોતો ઇચ્છતો કે તેઓ તંબુઓ જુએ. હું નહોતો ઇચ્છતો કે તેઓ રસ્તાઓ પર તૂટેલા અવરોધો અને ખાડા જુએ. અમે તેને સુંદર બનાવ્યું.
