DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
મુંબઈમાં હિન્દી ફિલ્મ દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડરનો બનાવ સામે આવ્યો છે. અહીં મૂળ પાલઘર જિલ્લાની રહેવાસી મહિલાએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની ક્રૂર હત્યા કરી નાખી ત્યારબાદ કોઈને શંકા ન જાય એટલા માટે તેણે પતિના મૃતદેહને ઘરમાં લગાવેલી ટાઈલ્સ ખોદીને દફનાવી દીધો. પછી તેના ઉપર ફરી ટાઈલ્સ લગાવી દીધી હતી. આ ઘટના નાલાસોપારા વિસ્તારમાં બની હતી.

સોમવારે, પોલીસે તહસીલદારની હાજરીમાં ટાઇલ્સ ખોદીને ડેડ બોડી બહાર કાઢી હતી. પત્ની અને બોયફ્રેન્ડ ફરાર હોવાથી પોલીસ તેમને શોધી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો : શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
નાલાસોપારા-ઈસ્ટના ધાનિવ બાગમાં ઓમ સાઈ વેલ્ફેર સોસાયટીના રાશિદ કમ્પાઉન્ડમાં 32 વર્ષનો વિજય ચૌહાણ તેની પત્ની 28 વર્ષની ચમન દેવી ચૌહાણ અને ત્રણ વર્ષની દીકરી સાથે રહેતો હતો. તે મજૂરીનું કામ કરતો હતો. વિજય ચૌહાણ છેલ્લા 15 દિવસથી અચાનક ગુમ થઈ ગયો હતો. વિજયના બે ભાઈઓ બિલાલપાડામાં રહે છે. તેણે વિજયની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ માહિતી નહોતી મળી. વિજય કામ માટે બહાર ગયો હોવાનું તેની પત્ની ચમન દેવી તેને કહી રહી હતી.
જ્યારે વિજય ચૌહાણ ગુમ હતો, ત્યારે તેની પત્ની ચમન દેવી બે દિવસ પહેલા 20 વર્ષના પાડોશી મોનુ શર્મા સાથે ભાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ચમન દેવી અને મોનુ શર્મા છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમ સંબંધમાં હતા. મરનારના ભાઈઓને શંકા ગઈ હતી અને ટાઇલ્સ નવી દેખાતા તે ખોદવામાં આવી હતી અને તેમાંથી બોડી મળી આવતા તરત જ પોલીસને જાણ કરી દેવાઈ હતી.
