રેકોર્ડબ્રેક તેજી બાદ ભારે કરેકશન: ચાંદી 24 કલાકમાં રૂ.28,000 તૂટી, માર્કેટમાં ખરીદી માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિ
રેકોર્ડબ્રેક તેજી બાદ સોના-ચાંદીના બજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉછાળાની બાદ હવે કિંમતમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે માર્કેટમાં ખરીદી માટે હવે વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ ઉભી થઈ છે.
ચાંદીના ભાવમાં માત્ર 24 કલાકમાં જ ભારે ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં રૂ.28,000 સુધી તૂટતાં જે ઉચ્ચસ્તર 3,46,000 રૂપિયા સુધી પહોંચ્યું હતું તે તૂટીને 3,18,000ની સપાટીએ આવી પહોંચ્યું છે. આ ઘટાડાને બજાર નિષ્ણાતો પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારમાં આવેલા નબળા સંકેતો સાથે જોડીને જોઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતાનો પણ કિંમત પર અસર પડી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો :માતાને કહ્યું, મારાથી ગોળી છૂટીને પત્નીને વાગી છે, હોસ્પિટલે જવું પડશે…શક્તિસિંહ ગોહિલના ભત્રીજાને 108ના સ્ટાફે પત્નીનું મૃત્યુ થયાનું કહેતા જ પોતે પણ ગોળી ધરબી
બીજી તરફ સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનામાં અંદાજે રૂ.5,000નો ઘટાડો નોંધાતા ગ્રાહકોમાં થોડી રાહત જોવા મળી છે, જ્યારે વેપારીઓ માટે ભાવની અસ્થિરતા પડકારરૂપ બની છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં બજાર વૈશ્વિક આર્થિક આંકડાઓ અને સેન્ટ્રલ બેન્કોના નિર્ણયોને ધ્યાનમાં રાખીને દિશા પકડશે.હાલ માટે સોના-ચાંદીના બજારમાં અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે અને રોકાણકારોને સાવચેતી સાથે નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
