વોર-2ના શૂટિંગ દરમિયાન ઋતિક રોશન થયો ઇજાગ્રસ્ત : , ડોક્ટરે આરામ કરવાની આપી સલાહ, જાણો ફિલ્મનું શૂટિંગ ફરી ક્યારે થશે શરૂ
દર્શકો ઋત્વિક રોશનની સુપરહિટ ફિલ્મ ‘વોર’ એટલે કે ‘વોર 2’ ના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘વોર 2’ આ વર્ષે રિલીઝ થવાની છે. ઋતિક રોશન સતત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, પરંતુ હવે ફિલ્મના ચાહકોને આંચકો લાગી શકે છે કારણ કે ઋતિક રોશને ‘વોર 2’નું શૂટિંગ બંધ કરી દીધું છે. વાસ્તવમાં, બોલિવૂડ હંગામા અનુસાર, ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન ઋતિક રોશનના પગમાં ઈજા થઈ હતી, જેના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું.
મે મહિનામાં શૂટિંગ ફરી શરૂ થશે
બોલિવૂડ હંગામા અનુસાર, ઋતિક રોશન જુનિયર એનટીઆર સાથે ફિલ્મ માટે એક જોશીલા ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. ચાહકોને આશા છે કે તેમને આ ગીતમાં ઋત્વિકનો અદ્ભુત ડાન્સ જોવા મળશે. પરંતુ હવે જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ, આ ગીતના શૂટિંગ દરમિયાન ઋતિકના પગમાં ઈજા થઈ હતી અને ડોક્ટરોએ તેને ચાર અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે ગીતનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે આ ગીતનું શૂટિંગ મે મહિનામાં થશે.
ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી
બોલિવૂડ હંગામા કહે છે, “ગીતનું રિહર્સલ કરતી વખતે ઋતિકને આ ઈજા થઈ હતી. આ ગીતમાં ઋત્વિક અને જુનિયર એનટીઆર વચ્ચે એક ડાન્સ સિક્વન્સ દર્શાવવામાં આવશે. જેના માટે ઋતિક ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ ગીતના રિહર્સલ દરમિયાન, તેમને પગમાં નાની ઈજા થઈ હતી જે ખૂબ જ અસ્વસ્થતાભરી હતી અને જ્યારે ડોક્ટરોએ તેમની ઈજાની તપાસ કરી, ત્યારે તેમણે અભિનેતાને વધુ જોખમ ન લેવાની અને ગીતના શૂટિંગ પહેલાં પગને આરામ કરવાની સલાહ આપી.
‘વોર 2’ 14 ઓગસ્ટે થશે રિલીઝ
મળતી માહિતી મુજબ, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. બધા પાત્રોએ પોતપોતાના શૂટિંગ પૂર્ણ કરી લીધા છે અને ફિલ્મ તેના પોસ્ટ પ્રોડક્શનમાં છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આ વર્ષે 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઋતિક અને જુનિયર એનટીઆર ઉપરાંત કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને ઋતિક રોશન વચ્ચે જબરદસ્ત એક્શનની શક્યતા છે.