રાહુલ ગાંધી ફરી પાછા અલગ અંદાજમાં દેખાશે કેવી રીતે ? જુઓ
કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રાના બીજા ચરણની તૈયારી કરી રહી છે. આ વખતે યાત્રા પગપાળા અને વાહનોથી પણ થશે તેવું હાઇબ્રીડ આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના સૂત્રોએ આ મુજબની માહિતી આપી હતી. ચુંટણી પણ થઈ રહી છે અને તેની વચ્ચે રાહુલ ગાંધી યાત્રા કાઢીને પોતાની બાજી સુધારવા માંગે છે.
આ પહેલા રાહુલે 2022 માં 7 સપ્ટેમ્બરથી યાત્રા શરૂ કરી હતી. કન્યાકુમારીથી પ્રારંભ કરીને સમાપન કાશ્મીરમાં કર્યું હતું. હવે ફરીવાર ભારત જોડો યાત્રાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. ડિસેમ્બરથી યાત્રા શરૂ કરીને આવતા વર્ષ ફેબ્રુઆરી સુધી ચલાવવાની યોજના બની રહી છે.
રાહુલે યાત્રા સમાપ્ત કર્યા બાદ અનેક વાર પોતાના અનુભવો જાહેર કર્યા હતા. એમણે એમ પણ કહ્યું હતું કે ગોઠણ દુખવા લાગે છે અને ચાલવામાં તકલીફ પડે છે. પણ જનતા જે પ્રેમ આપે છે તેનાથી દર્દનો એહસાસ માટી જાય છે. કોંગ્રેસે એટલા માટે જ હવે પછીની યાત્રા વાહનોથી પણ થશે.
વાહનોના ઊપયોગથી રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને કોઈ તકલીફ ના પડે તે માટે વાહનો સાથે રાખવામાં આવશે તેવી તૈયારી ચાલી રહી છે. પાછલી યાત્રામાં અનેક હસ્તીઓ શામેલ થઈ હતી.