ઝારખંડમાં સોરેન કેબીનેટનું કેવી રીતે થયું વિસ્તરણ ? વાંચો
ઝારખંડમાં હેમંત સોરેન કેબીનેટનું ગુરુવારે વિસ્તૃતિકરણ થયું હતું. સોરેન સરકારના મંત્રી મંડળમાં 11 ચહેરાઓને જગ્યા આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી 4ને મંત્રી બનાવાયા છે. ઝારખંડ મુક્તિ મોરચાના 6 ચહેરાઓને મંત્રીપદ અપાયું છે.
એ જ રીતે રાજદના એક સભ્યને પણ મંત્રી બનાવીને હેમત સોરેને બેલેન્સ રાખવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ અને જેએમએમના નેતાઓએ એમ કહ્યું હતું કે સરકારે જે રીતે કામગીરી કરી છે તેનું ઈનામ લોકોએ આપ્યું છે અને હવે એનાથી પણ વધુ સારું કામ કરવા માટે બધા સંકલ્પબધ્ધ છે.
રાજભવનમાં શપથવિધિ સમારોહ યોજાયો હતો અને બધા પક્ષના નેતાઓને આમંત્રણ અપાયું હતું. સલામતીનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.