દેશના અર્થતંત્રમાં કેવો રહ્યો ઉછાળો ? વાંચો
કેટલો રહ્યો વિકાસ દર
દેશના અર્થતંત્રમાં આશાથી વધુ સારો અને હકારાત્મક દેખાવ બહાર આવ્યો હતો અને તેજીની સુગંધ અનુભવાઈ હતી. કેન્દ્ર સરકારે ગુરુવારે જીડીપીના સત્તાવાર આંકડા જાહેર કરીને કહ્યું હતું કે ઓકટોબર-ડિસેમ્બર-2023 ના ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 8.4 ટકા રહ્યો હતો. આ અહેવાલ દેશ અને બિઝનેસ જગત માટે ઉત્સાહજનક રહ્યો હતો.
અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે નાણાકીય વર્ષ 2023 – 2024 માં વિકાસ દર 7.6 ટકા રહેવાનું અનુમાન છે. અર્થશાસ્ત્રીઓએ એવું અનુમાન લગાવ્યું હતું કે 31 ડિસેમ્બરે સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.6 ટકા રહી શકે છે. જો કે એમના અનુમાંથી ઘણી વધારે વૃધ્ધિ દેખાઈ છે. અર્થતંત્રે આશા કરતાં ઘણું સારું પરફોર્મન્સ દેખાડ્યું છે.
એનએસઓ તરફથી જારી થયેલા સરકારી આંકડાના જણાવ્યા મુજબ 2023 -24 માં નૉમિનલ જીડીપી 9.1 ટકાથી પણ વધી શકે છે. દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ દેશનું અર્થતંત્ર વધુ સારો દેસખાવ કરશે તેવી આશા દર્શાવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વિદેશસિ એજન્સીઓ દ્વારા પણ દેશના અર્થતંત્ર વિષે હકારાત્મક આગાહીઓ કરવામાં આવી રહી છે. વિશ્વના બાકીના દેશો કરતાં અત્યારે ભારત ઝડપથી પ્રગતિ કરે છે તેવો અહેવાલ પણ બહાર આવી ચૂક્યો છે.