ચીન ગયેલા અજીત ડોભાલનું કેવું સ્વાગત થયું ? કોને મળ્યા ? વાંચો
ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં ઉતાર ચઢાવ ચાલતા જ રહે છે. એક સમયે સરહદ વિવાદને લઈને તણાવ એટલો વધી ગયો કે ગલવાનની ઘટના બની. પછી ગલવાનની ઘટનાએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ બગડી ગયા. પરંતુ હવે બંને દેશ પોતાની દુશ્મની ભૂલીને મિત્રતાના માર્ગે પાછા ફરતા જણાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીનમાં છે અને એમના માટે સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.
ડોભાલ અને ચીનના વિદેશમંત્રી તથા અનેક અધિકારીઓ અને સચિવો સાથે ચર્ચા થઈ હતી અને એલએસી પર શાંતિ સ્થાપવા માટેના પ્રયાસોમાં આગળ વધવા અંગે વાતચીત થઈ હતી. આ સિવાય અન્ય મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
એશિયાના બે શક્તિશાળી દેશ હવે સાથે બેસીને વાતચીત કરીને શાંતિનો માર્ગ શોધી રહ્યા છે. હવે ચીનનો સૂર બદલાઈ ગયો છે. તે પહેલાની જેમ રડતો નથી. તે મિત્રતાનો હાથ લંબાવી રહ્યો છે. સરહદ વિવાદના ઉકેલ માટે ભારત સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ. આ જ કારણ છે કે મંગળવારે જ્યારે અજિત ડોભાલ બેઇજિંગ પહોંચ્યા ત્યારે ચીને તેમનું સ્વાગત કરવા માટે રેડ કાર્પેટ પાથરી હતી.
બુધવારે ભારત-ચીન વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાટાઘાટ થઈ હતી. અજિત ડોભાલ તેમના ચીની સમકક્ષ અને વિદેશ પ્રધાન વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓ વાટાઘાટોનો 23મો રાઉન્ડ કર્યો હતો.
આ દરમિયાન, પૂર્વી લદ્દાખમાંથી સૈનિકો પાછી ખેંચવા અને પેટ્રોલિંગ અંગે 21 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધને કારણે ચાર વર્ષથી વધુ સમયથી પ્રભાવિત થયેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે. તેમજ બંને દેશો વચ્ચેની ખટાશ દૂર કરવાનો છે.