કંગના રનૌત પાસે કેટલી સંપત્તિ ? જુઓ
ભાજપના હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પરના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર પણ હાજર રહ્યા હતા.
મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના રહેલી છે. કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.નોમિનેશન દાખલ કરતાં પહેલા કંગનાએ કહ્યું કે, મારા માટે આ સૌભાગ્યની વાત છે, કે આજે પીએમ મોદી મોટી કાશીથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાના છે, જ્યારે હું નાની કાશીમાંથી ઉમેદવારી નોંધાવી રહી છું.
મંડીથી ઉમેદવારી દાખલ કરતાં પહેલા કંગના રનૌતે મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન જયરામ ઠાકુર તથા અન્ય ભાજપના નેતાઓ તેમના પ્રચારમાં હાજર હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા.
કંગનાએ સંપત્તિ અંગેની વિગતમાં એવી માહિતી આપી હતી કે તેણે સૌથી વધુ રોકાણ એલઆઇસીમાં જ કર્યું છે અને શેર બજાર પર તેને જરા પણ ભરોસો નથી. તેની પાસે એલઆઇસીની 50 પોલિસી છે. આ ઉપરાંત તે મોંઘી કારની શોખીન છે. તેની પાસે રૂપિયા 74 લાખના ઘરેણાં અને કારનો કાફલો છે અને રૂપિયા 62 કરોડથી વધુની અચલ સંપત્તિ છે.