મેધા પાટકરને કોર્ટે કેટલી કરી સજા ? કયા કેસમાં ? જુઓ
એનજીઓ એક્ટિવિસ્ટ મેધા પાટકરને દિલ્હીની કોર્ટે ઊપ રાજ્યપાલ સક્સેનાની માનહાનિ કરવા અંગેના કેસમાં સોમવારે 5 માસની જેલ સજા કરી હતી. સાથોસાથ સક્સેનાને રૂપિયા 10 લાખ ચૂકવી દેવાનો પણ અદાલતે આદેશ આપ્યો હતો. આ રકમ માનહાનિ બદલ ચૂકવવાની છે.
દિલ્હીની કોર્ટમાં સક્સેનાએ માનહાનિ અંગેનો દાવો દાખલ કરીને એવી રાવ કરી હતી કે મેધા પાટકરે મારી વિરુધ્ધ પ્રેસ રીલીઝ આપીને જનતા સામે મારી ઇમેજને અને પ્રતિષ્ઠાને નુકસાન કર્યું હતું.
કોર્ટના ચુકાદા બાદ મેધા પાટકરે પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે સત્યને ક્યારે ય પરાજિત કરી શકાતો નથી. અમે કોઇની માનહાનિ કરવાનો પ્રયાસ કર્યો જ નથી. અમે માત્ર કામ કરીએ છીએ. દિલ્હીની કોર્ટના ચુકાદાને અમે ઉપલી કોર્ટમાં પડકારશું.