એફપીઆઇએ ચાલુ માસમાં અત્યાર સુધીમાં કેટલા નાણા ખેંચી લીધા ? વાંચો
સ્થાનિક શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો ઉપાડ ચાલુ જ રહ્યો છે. અમેરિકા દ્વારા આયાત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ વૈશ્વિક તણાવમાં ચળું માસમાં એટલે કે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં એફપીઆઇએ શેરબજારમાંથી 21,272 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ લોકો હવે તેલ અને તેલની ધાર જોઈને આગળ વધવા માંગે છે .

જાન્યુઆરીની શરૂઆતમાં પણ, એફપીઆઇએ 78,027 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ડિપોઝિટરી ડેટા અનુસાર, આ રીતે, એફપીઆઇએ ચાલુ વર્ષમાં શેરમાંથી લગભગ 1 લાખ કરોડ રૂપિયા (99,299 કરોડ રૂપિયા) પાછા ખેંચી લીધા છે. આમ હવે વિદેશી રોકાણકારો બધી જ ગણતરી કરી થયા છે અને સાવધાની સાથે આગળ વધવા માંગે છે .
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમાર માને છે કે જ્યારે ડોલર ઇન્ડેક્સ નીચે જશે, ત્યારે એફપીઆઇ વ્યૂહરચનામાં ઉલટફેર થશે. માહિતી અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિનામાં (૧૪ ફેબ્રુઆરી સુધી) અત્યાર સુધીમાં ૨૧,૨૭૨ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર નવા ટેરિફ લાદવાની યોજના અને ઘણા દેશો પર વધુ ટેરિફ લાદવાની યોજના જાહેર કર્યા પછી બજારની ચિંતા વધી ગઈ છે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ઘટનાઓથી સંભવિત વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય ફરી જાગ્યો છે, જેના કારણે એફપીઆઇ ભારત સહિત ઉભરતા બજારોમાં તેમના રોકાણોનું પુનર્મૂલ્યાંકન કરવા પ્રેરાયા છે.