ફેબ્રુઆરીમાં વાહનોના વેચાણમાં કેટલો વધારો થયો ? જુઓ
કોણે આપ્યો સારો અહેવાલ
દેશના બિઝનેસ જગતમાં દરેક ક્ષેત્રમાં આગેકૂચ થઈ રહી છે અને હવે પેસેન્જર વાહનોના વેચાણમાં પણ જોરદાર તેજી નોંધાઈ છે. ફેબ્રુઆરી માસમાં આ વાહનોનું વેચાણ નવારેકોર્ડ કરી ગયું હતું અને 3 લાખ 70,000 વાહનોનું વેચાણ થયું હતું. કંપનીઓને ખૂબ નફો થયો છે અને રોજગારમાં પણ વધારો થયો હતો.
ઔધ્યોગિક એકમ સિયામ દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો હતો જેમાં એવો ઉલ્લેખ હતો કે એક જ માસમાં વાહનોના વેચાણમાં 11 ટકાનો વધારો થયો હતો. ખાસ કરીને એસયુવીની બજાર પર પક્કડ બરાબર જ રહી છે અને તેમાં કોઈ ઘટાડો થયો નથી.
એક વર્ષ પહેલા પેસેન્જર વાહનોનું વેચાણ 3 લાખ 34 હજાર રહ્યું હતું. ફેબ્રુઆરીમાં જોરદાર તેજી જોવા મળી હતી અને વેચાણમાં રેકોર્ડ વધારો થતાં કંપનીઓના ઉત્સાહમાં વધારો થયો છે અને રોજગાર પણ વધી ગયો છે. ડિમાન્ડ મુજબ ઉત્પાદન કરવા માટે માણસોની પણ જરૂર રહે છે અને કામદારો તેમજ તેની સાથે જોડાયેલા બધા જ વર્ગના લોકોને રોજગાર મળ્યો હતો.
સંચાલકો એમ માને છે કે આગામી સમયમાં હજુ પણ વેચાણમાં વધારો થવાની આશા છે અને લોકો પેસેન્જર વાહનોની ખૂબ ખરીદી કરી રહ્યા છે. આ સેક્ટરમાં આગામી દિવસોમાં પણ રોજગારમાં વધારો થવાનો છે.