દેશમાં ઉત્પાદનની રફતાર કેટલી વધી ? શું આવ્યો અહેવાલ ? જુઓ
દેશમાં અર્થતંત્રની ગાડી બરાબર દોડી રહી છે અને ઉત્પાદનમાં પણ હવે રફતાર આવી રહી છે . જાન્યુઆરીમાં ભારતીય ઉત્પાદન ક્ષેત્રે મજબૂત શરૂઆત કરી છે. ડિસેમ્બરમાં થોડી મંદી પછી, નિકાસમાં હવે લગભગ 14 વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. નવા ઓર્ડર પણ જુલાઈ પછી સૌથી ઝડપી ગતિએ વધ્યા છે આના કારણે, જાન્યુઆરીનો મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ પીએમઆઈ છ મહિનાની ટોચે પહોંચી ગયો છે.
એચએસબીસી અને એસએન્ડપી ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, જાન્યુઆરીમાં પીએમઆઈ ૫૭.૭ હતો, જ્યારે ડિસેમ્બરમાં તે ૫૬.૪ હતો. પીએમઆઈ ૫૦ થી ઉપર હોવું એ સેક્ટરમાં વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે ૫૦ થી નીચેનો આંકડો ઘટાડો દર્શાવે છે.
નિકાસ અને ઓર્ડરમાં આ વધારા સાથે, ભારતીય ઉત્પાદકોએ નવા વર્ષની મજબૂત શરૂઆત કરી છે, જે ભવિષ્યમાં અર્થતંત્ર માટે પણ સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. સર્વે મુજબ, ખર્ચનું દબાણ ૧૧ મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું હતું, પરંતુ માંગમાં વધારાને કારણે કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો. આ સાથે, વ્યવસાયિક વિશ્વાસ પણ મજબૂત થયો છે. ખરીદી અને રોજગાર સર્જનમાં રેકોર્ડ સ્તરે વધારો થયો છે.
નવા ઓર્ડરમાં વધારો સ્થાનિક માંગમાં સુધારો અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં વધારો થવાને કારણે થયો હતો. ખાસ વાત એ હતી કે ભારતીય ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય માંગ 14 વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધી છે .