ઈરાન, ઇઝરાયલ યુધ્ધ લાંબુ ચાલે તો ભારતના કયા ક્ષેત્રો પર અસર પડશે ? જુઓ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને જો તે વધુ ભયાનક બને તો ભારતના અનેક વેપાર ક્ષેત્રો પર તેની વિપરીત અસર પડી શકે છે અને અનેક ક્ષેત્રોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભારત એશિયામાં ઇઝરાયલનું બીજું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. યુધ્ધ લંબાય તો આપણે ત્યાં પણ બેરોજગારી ઊભી થઈ શકે છે.
ભારત દ્વારા પશ્ચિમ એશિયાને નિકાસ કરાતી પ્રમુખ ચીજોમાં મહત્વના એવા બાસમતી ચોખા, કપડાં, રત્ન -આભૂષણ, કોટન ધાગા વગેરેનો સમાવેશ થાય છે. જો કે દ્વિપક્ષીય વેપારમાં હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસાયણ વગેરેનો સમાવેશ થાય છે. નિકાસ અટકે તો અબજો નહીં ખરબો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. અમુક ક્ષેત્રોમાં રોજગાર પર પણ અસર થઈ શકે છે.
ભારત રશિયા , ઈરાન અને ઇઝરાયલ સાથે ખરબો રૂપિયાનો વેપાર ધરાવે છે અને આયાત નિકાસ પર બધા દેશોનું કામ ચાલે છે. જો કે યુધ્ધ ભયંકર બને તો બધા જ દેશોને તેની મોટી નુકસાની સહન કરવી પડશે.