જાન્યુઆરીના 3 સેશનમાં એફપીઆઈ દ્વારા કેટલી રકમ કાઢી લેવાઈ ? જુઓ
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને સ્થાનિક ઈક્વિટીના ઊંચા મૂલ્યાંકનની આશંકાઓને કારણે આ મહિનાના પ્રથમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાંથી રૂ. 4,285 કરોડ પાછા ખેંચ્યા છે.

આ માહિતી ડિપોઝિટરી ડેટામાંથી મેળવવામાં આવી છે. અગાઉ, ડિસેમ્બરના સમગ્ર મહિનામાં, એફપીઆઈએ શેર્સમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું હતું. જો કે આ રીતે અલગ અલગ ઘટનાઓને લઈને એફપીઆઈના વલણ બદલાતા રહે છે.
વૈશ્વિક અને સ્થાનિક પડકારો વચ્ચે એફપીઆઈની ધારણામાં પરિવર્તન આવ્યું છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ડૉલર મજબૂત રહેશે અને યુએસ બોન્ડ યીલ્ડ આકર્ષક રહેશે ત્યાં સુધી એફપીઆઈનું વેચાણ ચાલુ રહેવાની શક્યતા છે. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 109 ની આસપાસ છે અને 10-વર્ષના બોન્ડ્સ પર યીલ્ડ 4.5 ટકાથી વધુ છે. જેના કારણે એફપીઆઈ પાછી ખેંચી રહ્યા છે.
ડેટા અનુસાર, 1 થી 3 જાન્યુઆરી દરમિયાન એફપીઆઈએ રૂ. 4,285 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. વિદેશી રોકાણકારોમાં અનિશ્ચિતતા વર્તમાન ઉપાડના વલણમાં પ્રતિબિંબિત થાય છે.