એફપીઆઈએ ઓગસ્ટમાં ઇક્વિટીમાંથી કેટલી રકમ ઉપાડી ? વાંચો
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો જેમણે છેલ્લા બે મહિનામાં ભારતીય બજારમાં ધૂમ રોકાણ કર્યું હતું તેઓ હવે ચોખ્ખા વેચાણકર્તા બની ગયા છે. .તેમણે ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી રૂ. 13,400 કરોડથી વધુ રકમ ઉપાડી લીધી છે.
અમેરિકામાં મંદીની આશંકા વચ્ચે એફપીઆઈએ આ ઉપાડ કર્યો છે. ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે એફપીઆઈએ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. 22,134 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં માર્કેટમાં તેજી રહેશે તો વિદેશી રોકાણકારો વધુ વેચાણ કરી શકે છે. આનું કારણ એ છે કે ભારતીય ઇક્વિટી માર્કેટનું મૂલ્યાંકન તુલનાત્મક રીતે ઊંચું રહે છે.
વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ઇક્વિટી માર્કેટમાંથી રૂ. 13,431 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. અગાઉ જુલાઈમાં, મજબૂત આર્થિક વૃદ્ધિ, સુધારા ચાલુ રાખવા અને અપેક્ષા કરતાં વધુ સારા કંપનીના પરિણામોની અપેક્ષાને કારણે રૂ. 32,365 કરોડનું રોકાણ આવ્યું હતું.
જૂનમાં પણ રાજકીય સ્થિરતા અને બજારોમાં તીવ્ર ઉછાળાને કારણે રૂ. 26,565 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જો કે, અગાઉ મે મહિનામાં એફપીઆઈએ ચૂંટણીના આંચકાઓને કારણે રૂ. 25,586 કરોડથી વધુ અને એપ્રિલમાં મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં થયેલા ફેરફારો અને યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારાની ચિંતાને કારણે રૂ. 8,700 કરોડથી વધુની રકમ ઉપાડી હતી.