શેખ હસીનાની પાર્ટીના કેટલા કાર્યકરોની બાંગ્લાદેશમાં હત્યા થઈ ? જુઓ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશથી ભાગીને ભારતમાં આશરો લઈ રહ્યા છે પણ એમના કાર્યકરોની હાલત ખરાબ છે. બાંગ્લાદેશમાં એમની પાર્ટીના કાર્યકરોનો સફાયો થઈ રહો છે અને ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૦૦ કાર્યકરોને મારી નાખવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે.
શેખ હસીનાની પાર્ટી અવામી લીગ છે અને તેના કાર્યકરોને ગોતી ગોતીને મારવામાં આવી રહ્યા છે. એમની પાર્ટીએ આ આરોપ લગાવ્યો છે અને ભારે ચિંતા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે જુલાઇ માસથી અત્યાર સુધીમાં ૪૦૦ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.
અત્યારે ત્યાં યુનુસના નેજા હેઠળ વચગાળાની સરકાર છે અને બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટી પ્રત્યે ભારે પૂર્વગ્રહ રાખવામાં આવે છે. એમના અનેક કાર્યકરો જેલમાં છે. હિંસામાં પણ અનેક કાર્યકરો ઘાયલ થયા હતા. જો કે કાર્યકરોની હત્યાથી હસીનાની પાર્ટીમાં ભારે ભયનો માહોલ છે અને કાર્યકરો છુપાઈ રહ્યા છે.
જો કે ભારતમાં આશ્રય લઈ રહેલા હસીના કઈ કરી શકે એમ નથી અને પોતાના કાર્યકરોને બચાવી શકે તેવી હાલત નથી. હસીનાના વફાદાર લોકો પર નજર રખાઇ રહી છે.